Road Accident On Ankleshwar Highway: અંકલેશ્વર હાઇવે પર અકસ્માતો સતત વધી રહ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઇવે જીવલેણ બન્યો છે. દરમિયાન ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર અમલાખડી પુલ પર એક ખાનગી બસ સરકારી બસ સાથે અથડાઈ હતી, જેના કારણે સરકારી બસ ખાડામાં પડી જતાં ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન અંકલેશ્વર હાઇવે પર અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ સાથે ટક્કર મારતા બાઇક સવાર મહિલા પર ટ્રકનું ટાયર પસાર થઇ જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું,
ભારતની સૌથી મોંઘી સોસાયટી, દરેક ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયા છે, અંદર શું છે? જાણો
વિશ્વની પ્રથમ CNG બાઇક થઈ સસ્તી, બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં કર્યો મોટો ઘટાડો
PAN 2.0: ડુપ્લિકેટ PAN કાર્ડવાળા તરત જ સરેન્ડર કરી દેજો, નહીંતર ભરાઈ જશો!
જ્યારે મોટરસાઇકલ સવારને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાંથી સ્થાનિકોના ટોળેટોળાં એકઠાં થઇ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.