અદાણી ગ્રૂપ બાદ ટેક્નોલોજી ફર્મ બ્લોક ઇન્ક અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ટાર્ગેટ હેઠળ આવી છે. હિંડનબર્ગે ગુરુવારે (23 માર્ચ) અમેરિકન કંપની બ્લોક ઇન્ક વિરુદ્ધ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીની આગેવાની હેઠળની મોબાઈલ પેમેન્ટ કંપની બ્લોક ઈન્કએ છેતરપિંડી કરીને તેના યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો છે. આ સાથે, કંપનીએ નવા ગ્રાહકોને ઉમેરવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
શોર્ટ સેલર ફર્મે કહ્યું કે તેણે બ્લોક ઇન્કના શેરમાં શોર્ટ પોઝિશન લીધી છે. હિન્ડેનબર્ગે જણાવ્યું છે કે, “અમને લગભગ 2 વર્ષની તપાસ પછી જાણવા મળ્યું છે કે બ્લોક ઇન્કએ મદદ કરવાનો દાવો કરતી વસ્તી વિષયક બાબતોનો વ્યવસ્થિત રીતે લાભ લીધો છે.”
We also think Jack Dorsey has built an empire—and amassed a $5 billion fortune—professing to care deeply about demographics he is taking advantage of.
Having sold shares near the top, he's ensured he'll be fine regardless of the outcome for everyone else.https://t.co/JSJtjx0MkD
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
આ સમાચાર બાદ અમેરિકન માર્કેટમાં ગભરાટ ફેલાયો છે. બ્લોક ઇન્કના શેરમાં તરત જ 20 ટકાનો ઘટાડો થયો છે.
NEW FROM US:
Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX $SQ
(1/n)
— Hindenburg Research (@HindenburgRes) March 23, 2023
અદાણી જૂથ પરના ઘટસ્ફોટના બે મહિના પછી, હિંડનબર્ગે 23 માર્ચ, 2023 ની વહેલી સવારે ટ્વિટ કરીને નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો હતો. આ ટ્વીટમાં લખ્યું હતું – નવો રિપોર્ટ ટૂંક સમયમાં – બીજો ધડાકો.
આ મહિલા છે એકદમ હટકે રામભક્ત, 7 લાખ ચોખાના દાણા પર લખી નાખ્યું ‘રામ’ નામ, કારણ જાણીને સલામી આપશો
24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલે ગ્રુપની કંપનીઓની ચાલ બગાડી નાખી. આમાં રિકવરી આવી છે, પરંતુ હજુ પણ કોઈ કંપનીના શેર જૂના સ્તરે પહોંચ્યા નથી. રિપોર્ટમાં ગ્રુપ કંપનીઓ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.