આમા કેમ લગ્ન કરવા બાપા! સોનાના ભાવમાં જબરદસ્ત વધારો, ચાંદી પણ મોંઘીદાટ થઈ, નવો ભાવ સાંભળી ધ્રુજી ઉઠશો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રેકોર્ડ ઉંચી સપાટી બનાવ્યા બાદ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું મોંઘુ થયું છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. વિદેશમાં મજબૂત વલણ વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 450 રૂપિયા વધીને 59,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

10 ગ્રામ સોનાની કિંમત કેટલી હતી

તમને જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 58,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદીના ભાવ પણ રૂ.815ના ઉછાળા સાથે રૂ.69,800 પ્રતિ કિલોએ બંધ થયા.

જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે દિલ્હીના બજારમાં સોનાની હાજર કિંમત રૂ. 450 વધીને રૂ. 59,350 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું મજબૂત થઈને $1,975 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થઈને $22.84 પ્રતિ ઔંસ થયો હતો.

એક પછી એક ગુજરાતીઓના હાર્ટ એટેકથી મોત, હવે દીવમાં પિતા સાથે વાત કરતાં-કરતાં દીકરાનું મોત, ચારેકોર હાહાકાર

84,000 પગાર, ડ્રાઈવરના 10,000.. છતાં આ ધારાસભ્યએ માંગણી કરી કે પગાર વધારો તો ખોટા કામ બંધ થઈ જાય

હું થોડાક જ દિવસોમાં કહી દઈશ કે મહાઠગ કિરણ પટેલ પાછળ કોનો હાથ છે, ભાજપના લોકો…. :દિગ્ગજ નેતાના ભાઈનો ઘટસ્ફોટ

ફેડ રિઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યો છે

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષિત દરના એક ક્વાર્ટરનો વધારો કર્યો છે. એ પણ સંકેત આપ્યો કે નાણાકીય બજારમાં તાજેતરની ઉથલપાથલને ધ્યાનમાં રાખીને, તે ભવિષ્યમાં પોલિસી રેટને યથાવત રાખી શકે છે. તેમણે કહ્યું છે કે યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગ પછી, ડોલર ઇન્ડેક્સ અન્ય ચલણોની સામે $101.6 પર એક સપ્તાહથી વધુના નીચા સ્તરે આવી ગયો હતો.


Share this Article