Politics News: લોકસભા ચૂંટણી-2024 માટે અત્યાર સુધીમાં માત્ર બે તબક્કાનું મતદાન થયું છે, પરંતુ સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસને સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત અને ઈન્દોર બાદ હવે ઓડિશાની હોટ સીટ ગણાતા પુરીથી કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસે પુરી લોકસભા સીટ પરથી સુચરિતા મોહંતીને ટિકિટ આપી હતી. સુચરિતાએ તેમની ટિકિટ પરત કરી છે અને ઉમેદવારી પાછી ખેંચી છે. કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. તમને જણાવી દઈએ કે ભાજપના દિગ્ગજ નેતા સંબિત પાત્રા પણ આ સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સુચરિતાનું નામ પાછું ખેંચવાથી સંબિત પાત્રાનો રસ્તો સરળ થઈ શકે છે.
સુરત અને ઈન્દોર બાદ ઓડિશાના હોટ સીટ પુરીમાં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભંડોળના અભાવને ટાંકીને ઓડિશાની પુરી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતી મતદાન પહેલા જ મેદાન છોડી ગયા છે. તેમણે કોંગ્રેસને ટિકિટ પરત કરી છે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
આ પહેલા સુરત અને ઈન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. સુરતમાં પણ ભાજપના ઉમેદવાર વિજયી જાહેર થયા હતા.