અમદાવાદમાં એક મહિલા પેસેન્જર છે લાજ શરમ વગરની, રિક્ષાચાલક સાથે અડધે રસ્તે કાંડ કરી પૈસા પડાવી લેશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : શહેરના નિકોલમાં રહેતા એક વૃદ્ધ રિક્ષાચાલક (Rickshaw driver) પાસે મહિલા પેસેન્જરના સ્વાંગમાં આવી હતી. આ મહિલા પહેલા ભાડું ચૂકવીને વૃદ્ધને લાંભા મંદિર લઈ ગઈ હતી અને ત્યાંથી ઓડ ગામે એક મંદિરે લઈ ગઈ હતી. આ મહિલાએ મંદિરમાંથી આવીને વૃદ્ધ ચાલકને પેંડો ખવડાવતા વૃદ્ધ ત્રણ દિવસે ભાનમાં આવ્યા હતા અને જોયું તો વીંટી સહિતની 41 હજારની મતા લૂંટાઇ ગઇ હતી. આ મામલે અસલાલી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

મળતી માહિતી પ્રમાણે, નિકોલમાં રહેતા ધરમશીભાઇ રબારી રિક્ષા ચલાવે છે. ગત ઓગસ્ટ માસમાં તેઓ સીટીએમ ઊભા હતા ત્યારે એક મહિલા લાંભા બળિયા દેવના મંદિરે દર્શન કરવાનું કહી પેસેન્જર તરીકે બેઠી હતી, મંદિરે પહોંચીને 500 રૂ. ભાડું આપીને દર્શન કરીને આવી ત્યારે તેણે ધરમશીભાઇને પેંડો આપ્યો હતો.

 

 

ધરમશીભાઇને ડાયાબિટીસ હોવાથી તેઓએ પેંડો ખાવાની મનાઈ કરતા મહિલાએ પ્રસાદ હોવાનું કહીને ધરમશીભાઇને જબરજસ્તી પેંડો ખવડાવ્યો હતો. ત્યાંથી અલગ ભાડું આપવાનું કહીને મહિલા ધરમશીભાઇને ઓડ ગામે મેલડી માતાના મંદિરે લઈ ગઈ હતી. ત્યાં જ ધરમશીભાઇ બેભાન થઇ ગયા હતા. કોઈએ ધરમશીભાઇના પરિવારને જાણ કરતા તેમને પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા.

 

‘રાષ્ટ્રપતિ એક આદિવાસી અને વિધવા છે, તેથી નવી સંસદમાં આમંત્રણ ન મળ્યું… ઉધયનિધિનું મોં તો બંધ જ નથી રહેતું

હવે માત્ર 24 કલાક જ મેઘરાજા બેટિંગ કરશે, ત્યારબાદ ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નહીં… જાણો વરસાદની નવી આગાહી

રંગીલા રાજકોટના રંગમાં હાર્ટ એટેકથી ભંગ પડ્યો, છાતીમાં દુખવાની ફરિયાદ કરી 3 યુવાનોના મોતથી ચારેકોર માતમ છવાયો

 

ત્રણ દિવસ બાદ ધરમશીભાઇ ભાનમાં આવ્યા ત્યારે દાગીના અને રોકડ મળી 41 હજારની મતા લૂંટાઈ જતા તેઓએ અસલાલી પોલીસને જાણ કરતા પોલીસે પ્રસાદમાં કોઈ પદાર્થ ભેળવી લૂંટ કરતી મહિલાની શોધખોળ હાથ ધરી છે. ત્યારે નોંધનીય છે કે, અત્યાર સુધી એવા કિસ્સાઓ સામે આવતા હતા, જેમાં રિક્ષા ચાલકો પહેલાંથી સાગરીતોને રિક્ષામાં બેસાડીને અન્ય પેસેન્જરને લૂંટી લેતા હતા, પરંતુ આ પ્રકારની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસ હવે એ મહિલાને શોધી રહી છે કે જેને આ ગુનાને અંજામ આપ્યો છે ત્યારે મહિલા કોઈ ગેંગની સાગરીત છે કે, એકલી આવા પ્રકારના ગુનાને અંજામ આપે છે તે તપાસનો વિષય છે.

 


Share this Article