Breaking: આજથી 3 દિવસ સુધી અમદાવાદના રિક્ષા ચાલકો ભૂખ હડતાળ પર, જાણો ક્યા મુદ્દાને લઈ કર્યો આકરો વિરોધ

Lok Patrika
By Lok Patrika
અમદાવાદીઓને ઓટો રિક્ષા મળવામાં મુસીબત, Lokpatrika
Share this Article

Gujarat News: આજથી 3 દિવસ સુધી અમદાવાદીઓને ઓટો રિક્ષા મળવામાં મુસીબત પડી શકે છે. કારણ કે 3 દિવસ સુધી રિક્ષા ચાલકો ભૂખ હડતાળ પર ઉતરવાના છે. તેઓ ક્યા મુદ્દે આ રીતે ભૂખ હડતાળ પર ઉતર્યા છે એ વિશે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ વાત કરી કે છેલ્લા છ મહિનાથી સતત ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા સફેદ નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસર ટુ-વ્હીલર વાહન બંધ કરવા માટે દરેક કંપની તેમજ સરકારી તંત્ર અને વિભાગોમાં રજૂઆત કરવામાં આવેલ છે.

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનું કહેવું છે કે મુંડન કાર્યક્રમ તેમજ વિરોધ પ્રદર્શન તેમજ આવેદન સાથે રૂબરૂ રજૂઆત તેમજ રીક્ષા રેલી કરીને આ વાહનો બંધ કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ. વાહન વ્યવહાર કમિશનર તરફથી પણ અખબારી યાદી અને પત્ર દ્વારા જણાવવામાં આવેલ કે આવા વાહનો માં કોઈપણ પેસેન્જર એ બેસવું નહીં તેમજ આવા વાહનો ચલાવનાર કંપનીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થશે.

રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસને થાય છે વિશ્નાસ ન હોય એવા અદ્ભુત ફાયદા, જાણો ધારણ કરવાની રીત

અંબાલાલ પટેલે કરી એકસાથે 3 વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓના સારા સારા પ્રસંગની મજા સોંસરવી નીકળી જશે!

Breaking: પાકિસ્તાનમાં 48 કલાકમાં મોટો ભૂકંપ આવશે! તુર્કી જેવો વિનાશ થશે? સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ

વિજય મકવાણા આગળ જણાવે છે કે આટલું કરવા છતાં બિન્દાસ આ કંપનીઓ દ્વારા સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર વાહનો રોડ ઉપર ચાલી રહ્યા છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને પ્રગતિ રીક્ષા ચાલક યુનિયન દ્વારા ૩/૧૦ અને ૪/૧૦ અને ૫/૧૦ એમ ત્રણ દિવસ ૭૨ કલાક અમદાવાદ શહેરમાં રિક્ષા સ્વયંભૂ બંધનું એલાન આપેલ સાથે જ મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો ભૂખડતાલ કરશે.

Metro train lok patrika ahmedabad

તેમજ અન્ય અલગ અલગ ગ્રુપ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવેલ છે. અને જ્યાં સુધી આ ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly