સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબાજી પ્રસાદનો મુદ્દો હવે ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ બતાવી હોબાળો કર્યો હતો અને જેને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
વિધાનસભા ગૃહમાં પણ આજે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજ્યો હતો. જો કે આ મુદ્દે ચર્ચા થાય તે પહેલા જ કોંગી સભ્યોએ ગૃહમાં માથાકૂટ કરી અને વોક આઉટ કર્યો હતો. વોક આઉટ કરનારા તમામ કોંગી સભ્યોને અધ્યક્ષે આજના દિવસ પૂરતું ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે. કોંગી સભ્યોએ ભાજપના ધારાસભ્યોને ગૃહમાં મોહનથાળ ખવડાવ્યો, મોહનથાળ ખાનારા ભાજપી ધારાસભ્યએ ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસની માગ કરી હતી. અંબાજી પ્રસાદ અંગે ચર્ચા ના કરવાના આક્ષેપ સાથે વોક આઉટ કરનારા કોંગી સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતીઅંબાજી મંદિરમાં ત્રીજી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભકતોને ચીક્કીનો પ્રસાદ આપતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભક્તો છેલ્લા 7 દિવસથી વિવિધ રજૂઆતો અને વિરોધ કરીને મોહનથાળ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. છતાં પણ મંદીરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતાં ગઇકાલથી બ્રહ્મસમાજ દ્વારા રોજનો 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી મંદિરમાં ભક્તોને આપવામાં આવી રહ્યો છે.બ્રહ્મ સમાજ દ્વારા મા અંબાને મોહનથાળ ધરાવીને તે મોહનથાળનો પ્રસાદ ભૂદેવો પાલનપુર કલેક્ટર કચેરીએ લઈને પહોંચ્યા હતા. અંબોટી પહેરીને ભૂદેવોએ મોહનથાળ હાથમાં લઈને માતાજીની સ્તુતિ કરી અને 108 વખત અખંડ ધૂન બોલાવીને મોહનથાળનો પ્રસાદ નાયબ કલેક્ટરને અર્પણ કર્યા હતો અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ શરૂ કરાય તેવી ઉગ્ર માંગ કરી હતી અને જો જલદીથી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જ્યા સુધી મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય ત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ ભક્તોને આપવા માટે હવે અનેક લોકો બ્રહ્મ સમાજને દાન આપી રહ્યા છે અને અત્યાર સુધી 30 દિવસ સુધીના પ્રસાદના નાણાં એકત્રિત થઈ જતા રોજ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદ ખવડાવામાં આવશે. ભૂદેવોએ કહ્યું હતું કે, અમે આજે કલેક્ટરને પ્રસાદ આપ્યો છે તે ખાઈને તેમને માતાજી સદબુદ્ધિ આવે જેથી માતાજીના ધામમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવે.
અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હવે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થાય એવી શક્યતા બતાવવામાં આવી રહી છેછે. તો અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ પણ શરૂ કરવામાં આવ્યો છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાને લઈને ભક્તોમાં અનેરો રોષ ભભૂક્યો છે. અંબાજી દર્શન માટે આવતા ભક્તો હાલ મોહનથાળનાં મળતા ચિક્કીનો પ્રસાદ લેવા મજબૂર બન્યા છે. ભક્તો મોહનથાળ ચાલુ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. મોહનથાળ પ્રસાદના મામલાને 7 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો આ તરફ ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માંગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલું થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.