આજે એક સમાચાર વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે કે ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે. પવન જોશીની બહેનના કાંડના કારણે આકાશની સગાઈ તૂટી અને બન્ને બહેન-ભાઈનું સામસામે હોવાના કારણે કિંજલની સગાઈ પણ તૂટી ગઈ છે.
મોટા-મોટા કલાકારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કિંજલ દવે નામની છોકરી ધૂમ મચાવી રહી છે એ વાતમાં કોઈ શક નથી. ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના ગરીબ અદ્વૈત બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ દવે આજે ન માત્ર ગુજરાત કે ભારત પણ વિદેશમાં ધૂમ મચાવી રહી છે.
પહેલા કિંજલ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામ કરતી હતી અને ધીરે ધીરે જાણીતી બની ગઈ, હવે તો વિદેશમાં પણ કિંજલના દાયરાની ધૂમ મચી રહી છે. કિંજલની સગાઈ પવન સાથે થઈ ત્યારે પણ કિંજલની ખુબ જ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની હાલમાં ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટાર કરતા ઓછી નથી.
સફળતાની ટોચ પર રહેલી કિંજલ પરંપરાગત રીતે સગાઈ કરી હતી. કિંજલ દવે તેના અવાજની સાથે તેના લોકસંગીતના કાર્યક્રમોમાં એન્ટ્રી માટે પણ જાણીતી છે. કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી મારે તો તેની કાર હંમેશા લક્ઝુરિયસ જ હોય છે. તેની એન્ટ્રી ઓડી, બીએમડબલ્યું કે મોંઘીદાટ કારોથી જ એન્ટ્રી થાય છે. કિંજલના પિતાનો સંઘર્ષ પણ એટલો જ જાણીલો છે.
પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો અને પછી તો આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું, ત્યારબાદ ચાર બંગડીવાળી ગીતથી કિંજલ દવે આખા ગુજરાતમાં ફેમસ થઈ ગઈ હતી.
કિંજલ દવે લગ્ન ગીત, ગરબા, ભજન ઉપરાંત ગુજરાતી ફિલ્મોની ગીતો પણ ગાય છે. તે સિવાય કિંજલ અનેક સંગીતના કાર્યક્રમો કરે છે. તે એક પ્રોગ્રામદીઠ એકથી બે લાખ સુધીની ફી વસૂલતી હોવાના પણ અહેવાલ છે.