PHOTOS: સગાઈની ત્રીજી અને ચોથી એનિવર્સરી પર ગળાડૂબ પ્રેમમાં હતા પવન-કિંજલ, ફિલ્મી સ્ટાઈટમાં કરી હતી ઉજવણી

Lok Patrika
By Lok Patrika
Share this Article

19 એપ્રિલ 2018ના રોજ ગુજરાતી સિંગર કિંજલ દવેએ પરંપરાગત રીતે પોતાના વતન જેસંગપરામાં સગાઈ કરી હતી. ગુજરાતી લોકગીત અને લોક સંગીતમાં ઊંચાઈ પર રહેલી કિંજલે નાની ઉંમરે જ નામનાની સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. ત્યારે તેના પરિવારે તેને ગૃહસ્થીધર્મ તરફ આગળ વધારવાનો નિર્ણય લીધો હતો.

કિંજલની સગાઈ અમદાવાદ સ્થિત પવન જોષી સાથે કરવામાં આવી હતી. પરિવારજનો અને મિત્રોની હાજરીમાં પરંપરાગત રીતે રિંગ સેરેમેની યોજાઈ હતી. હાલમાં તેની સગાઈના 5 વર્ષ પુરા થવા આવ્યા છે. ત્યારે એ પહેલાં જ સગાઈ તૂટવાની વાતો વહેતી થઈ છે અને પવન જોશીની બહેનના કારણે આ સગાઈ તૂટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી કરેલા હતા. પરંતુ પવનની બહેને બીજા સાથે કોર્ટ મેરેજ કરી લેતા સગાઈ તૂટી હોવાની વાત મળી રહી છે.

ચોથી એનિવર્સરી પર ખાસ વીડિયો મેસેજ

કિંજલ દવેની સગાઈને 4 વર્ષ પુરા થયા ત્યારે એ અવસર પર તેના મંગેતર પવન જોષીએ તેના માટે ઈન્ટાગ્રામ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની સાથે પવને એક સ્પેશ્યલ મેસેજ પણ શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ અને પવન એક બીજા સાથે ખૂબ જ બ્યુટીફુલ મુમેન્ટ સ્પેન્ડ કરી રહ્યા હતા અને ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. પવન એક ખાસ મેસેજમાં કિંજલ દવેને જણાવ્યું છે કે તે તેની લાઈફમાં કેટલી ઈમ્પોર્ટન્ટ છે. બન્નેનો આ રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને લોકોને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો હતો.

પવને લખ્યું હતું કે અને હું તને જ પસંદ કરીશ, સો જન્મોમાં, સો દુનિયામાં, રિયાલિટીના કોઈ પણ વર્ઝનમાં હું તને જ શોધીશ અને તને જ પસંદ કરીશ.” @thekinjaldave ️પ્રેમ અને મસ્તી સાથે પાંચમાં વર્ષમાં પ્રવેશ #4yearsoftogetherness હેપ્પી એન્ગેજમેન્ટ એનિવર્સરી લવ. આ સાથે પવને એક હાર્ટ વાળુ ઈમોજી અને કેમરા વાળુ ઈમોજી પણ પોસ્ટ કર્યું છે.

BIG BREAKING: ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી, પવન જોશીની બહેને શરમજનક કાંડ કરતાં બધું વેર-વિખેર થઈ ગયું

ત્રીજી એનિવર્સરીએ ગિફ્ટ કરી રિંગ

પવન અને કિંજલની સગાઈને 3 વર્ષ પૂરા થયા ત્યારે સિંગરે આ દિવસને ખાસ રીતે ઉજવ્યો હતો. કોરોના કાળને લઈને સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સમાં એકંદરે ગમગીની જોવા મળી રહી છે ત્યારે કિંજલે સગાઈની એનિવર્સરી ઉજવીને જીવનમાં ખુશીઓના રંગ ભર્યા હતા. કિંજલ દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પરિવાર સાથે કરેલા સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. તસવીરમાં પવન ઘૂંટણિયે બેસીને કિંજલને વીંટી પહેરાવી રહ્યો જોવા મળ્યો હતો. બીજી એક તસવીરમાં કપલ કેક કાપી રહ્યું હતું. બીજી તસવીરોમાં તેઓ પરિવાર સાથે પોઝ આપતાં જોવા મળી રહ્યા હતા. કિંજલે તસવીરો શેર કરતાં લખ્યું હતું કે “પ્યાર કા સેલિબ્રેશન.”


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly