બાય.. બાય… ઠંડી, અંબાલાલ પટેલની ભીષણ ગરમીની આગાહી, આ સપ્તાહથી જ ગરમીની થઈ જશે શરૂઆત, આ મહિનો ગુજરાત માટે આકરો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આ સપ્તાહથી જ ગરમીની શરૂઆત થઈ જશે. આ વર્ષે ઉનાળો આકરો રહેવાની સંભાવના છે. હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો આવી જશે. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરી મહિનો છે, પરંતું એપ્રિલ, મે અને જુન મહિનો ગુજરાત માટે આકરો બની રહે છે. આમાં ગરમીનો પારો એટલો વધી જતો હોય છે કે લોકો કાળઝાળ ગરમીમાં શેકાય છે.

12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19 થી 24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

સૂર્યનું રાશિ બ્રહ્મણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે. જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઉભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે. આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.

અમદાવાદીઓ વેરો ભરી દેજો! પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા 400થી વધુને નોટિસ, 3 દિવસમાં રૂ. 50 લાખનો વેરો કરાયો વસૂલ

Breaking News: સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો, મોડી રાત્રે અસામાજિક તત્વોએ નંદુરબાર નજીક કર્યો પથ્થરમારો

ખેડૂતોનું કોણ…? કૃષિ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો, પરંતુ હવે ખેડૂતો કેમ કરી રહ્યા છે વિરોધ, માંગણીઓ શું છે?

આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.


Share this Article