હાલમાં હવામાન એવું ગોથે ચડ્યું છે કે જેની કોઈ સીમા નથી, ખબર જ નથી પડતી કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે ગરમી પડશે, જો કે ક્યારેક તો ઠંડી પણ પડી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ઉનાળો છે, તો અમુક જગ્યાએ ધોધમાર પુર કાઢતો વરસાદ વરસી રહ્યો છે. તો અમુક જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. લોકો બિમાર પણ પડી રહ્યા છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની 9 મોટી આગાહી સામે આવતા લોકોમાં ચિંતા ઘેરી બની ગઈ છે. તો આવો જાણીએ આ 9 ઘાતક આગાહી વિશે..
1) 23થી 25 માર્ચ સુધી માવઠું લેશે 3 દિવસનો ઈન્ટરવલ
2) માર્ચના અંતમાં ફરી એક સિસ્ટમ સ્ક્રીય થશે’
3) માર્ચના અંતમાં ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
4) 2થી 8 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની અસર રહી શકે
5) અખાત્રીજના દિવસે હવામાનમાં પલટો આવી શકે
6) 8મી મેથી આંધી, વંટોળનો પ્રકોપ વધશે
7) આંધી, વંટોળથી બાગાયતી પાકોને નુકસાન થઈ શકે
8) 26 એપ્રિલ બાદ કેટલાક ભાગમા પારો 45 ડિગ્રીએ પહોંચશે
9) બનાસકાંઠામાં 26મી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડી શકે
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક વરસાદ તો ક્યાક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો ક્યાક ભારે પવન ફુંકાયો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે.
રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યભરમાં માવઠાના માર સાથે વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે.
શનિવારે 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે. ભુજમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરસ્વતીમાં 41 મી.મી, માંડલમાં 40 મી.મી, હિંમતનગરમાં 37 મી.મી, ધનસુરામાં 28 મી.મી,ડીસામાં 21 મી.મી, સિદ્ધપુરમાં 21 મી.મી, દાંતામાં 20 મી.મી, બેચરાજીમાં 18 મી.મી, માંડવીમાં 18 મી.મી, ઈડરમાં 17 મી.મી, પાટણમાં 16 મી.મી, વડગામમાં 13 મી.મી, વડનગરમાં 10 મી.મી, મોડાસામાં 10 મી.મી સુઈગામમાં 10 મી.મી, માંગરોળમાં 10 મી.મી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઇ છે.