ચા કોફી, ખાવું પીવું, અનલિમિટેડ Wifi … આ બધું જ રેલવે સ્ટેશન પર ફ્રીમાં મળશે, બસ આ એક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ

Lok Patrika Reporter
Lok Patrika Reporter
3 Min Read
Share this Article

આપણે સૌને ટ્રેનમાં મુસાફરી કરવી ગમતી હોય છે. પરંતુ ઘણી વખત તમે સમય પહેલા રેલ્વે સ્ટેશન (Railway Stations) પર પહોંચી જાવ છો અને પ્લેટફોર્મ પર સમય પસાર કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે દેશના પસંદગીના સ્ટેશનો પર બનેલા રેલ્વે લોન્જ (Railway Lounge)માં ઇન્ટરનેટ, ખાવા-પીવાની સાથે તમારો સમય પસાર કરી શકો છો. શું તમે જાણો છો કે તમે રેલ્વે લાઉન્જ એક્સેસ (Railway Lounge Access)ની સુવિધા ફ્રીમાં મેળવી શકો છો.

ઘણા ક્રેડિટ કાર્ડ કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લોન્જ એક્સેસની ઓફર કરે છે. આ એક એવી સુવિધા હતી જે પ્રીમિયમ હતી પરંતુ હવે એન્ટ્રી લેવલ કાર્ડ માટે પણ ઉપલબ્ધ છે. બીજી તરફ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા રેલ્વે લોન્જ એક્સેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમે રેલ્વે લોન્જમાં મુસાફરી પહેલા આરામ કરી શકો છો.

આ સુવિધાઓ રેલવે લોન્જમાં ઉપલબ્ધ છે-

 • આગમનના સમયના આધારે નાસ્તો અથવા લંચ અથવા રાત્રિભોજન
 • રેલ્વે લોન્જમાં 2 કલાક રહેવાની સુવિધા
 • મફત વાઇ-ફાઇ
 • વાતાનુકૂલિત બેઠક
 • પત્રઇકાઓ અને અખબારો
 • કોફી અને ચા (અનલિમિટેડ)

બજારના લોકપ્રિય ક્રેડિટ કાર્ડ જેના પર રેલ્વે લોન્જ એક્સેસ સુવિધા ઉપલબ્ધ છે-

બજારમાં ઘણા ક્રેડિટ કાર્ડ છે જે આ લાભ આપે છે. રેલ્વે લાઉન્જ ઓપરેટર દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 2 નોન-રિફંડપાત્ર કાર્ડ માન્યતા ચાર્જ તરીકે વસૂલવામાં આવશે. અહીં શ્રેષ્ઠ ક્રેડિટ કાર્ડ્સનું એક લિસ્ટ છે જે મફત રેલ્વે લોન્જ ઍક્સેસ આપે છે

 • IDFC First Bank Millennia/Classic/Select/Wealth Credit Cards
 • ICICI Bank Coral Credit Card
 • IRCTC SBI Platinum Card
 • IRCTC SBI Card Premier
 • IRCTC BoB Rupay Credit Card
 • HDFC Bank Rupay IRCTC Credit Card
 • MakeMyTrip ICICI Bank Platinum Credit Card
 • MakeMyTrip ICICI Bank Signature Credit Card
 • ICICI Bank Rubyx Credit Card

મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું ‘સૌથી મોંઘું ઘર’, બહારથી દેખાય છે આટલું આલિશાન, કિંમત્ત સાંભળીને રાડ ફાટી જશે

મુકેશ અંબાણી સુરક્ષામાં વપરાય છે દુનિયાની આ ઘાતક બંદૂક, દર મિનિટે 800 ગોળીઓ છૂટે, જાણો બીજી ડેન્જર સુવિધાઓ

આખા ગુજરાતમાં ઉનાળો ખાલી નામનો જ, દરેક જિલ્લામાં મેઘો મુશળધાર, વિજળીના કડાકા ભડાકા અને કરાની રમઝટ

રેલ્વે લોન્જની યાદી (સોર્સ- irctcttourism)

ટ્રાવેલર્સ એક્ઝિક્યુટિવ લોન્જ – નવી દિલ્હી – પ્લેટફોર્મ નંબર 16
એક્ઝિક્યુટિવ લોન્જ – નવી દિલ્હી – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – મદુરાઈ – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – જયપુર – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – આગ્રા – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – અમદાવાદ – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – વારાણસી – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ – સિયાલદાહ – પ્લેટફોર્મ નંબર 1

 


Share this Article
Leave a comment