અંબાલાલ પટેલની આગાહી, ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો થશે અનુભવ, આ તારીખથી ઉનાળાનો ખરેખરો અહેસાસ થશે શરૂ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: કેન્દ્રીય હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ શીત લહેરનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં હજી કાતિલ ઠંડીનો ગાળો રહેશે. ગુજરાતના અનેક શહોરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પરસેવો પાડી દેય તેવી આગાહી કરી છે. 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ત્યાર બાદ ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે.

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

મહત્તમ પવનની ગતિ આગામી 5 દિવસ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. અંદાજીત 12-16 કિમી/કલાક સુધીની રહેવાની શક્યતા છે. તા. 10 ફેબ્રુઆરી દરમિયાન પવનની દિશા અગ્નિ, તેમજ તા. 11-14 ફેબ્રુઆરી દરમિયાન વાયવ્ય થી નૈરુત્ય રહેવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે. જોકે, ચાલુ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડવેવની આગાહી આવી નથી. મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહ્યું છે. 12થી 15 ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુસ્સામાં કહ્યું કે – ‘આની માટે તમે મને વ્યક્તિગત…’, પારિવારિક વિખવાદ મુદ્દે શું બોલ્યા રિવાબા જાડેજા

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા બોટ કરાઈ જપ્ત, તમામ બોટ અને અન્ય બોટિંગ લગતી સામગ્રી કરાઈ જપ્ત

ક્રિકેટરસિકો માટે દુઃખના સમાચાર… ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કોહલી-અય્યર આઉટ

19થી 22 ફેબ્રુઆરીએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


Share this Article