ગુસ્સામાં કહ્યું કે – ‘આની માટે તમે મને વ્યક્તિગત…’, પારિવારિક વિખવાદ મુદ્દે શું બોલ્યા રિવાબા જાડેજા

Desk Editor
By Desk Editor
Share this Article

Jamnagar News: ધારાસભ્ય રિવાબાનું પરિવાર વિખવાદ પર નિવેદન સામે આવ્યું હતું. જામનગરમાં પ્રધાનમંત્રી આવાસના લોકાર્પણ કાર્યક્રમ વખતે રિવાબા જાડેડા તીખા થયા હતા. તેમને આ વિખવાદ અંગે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે, અહીં હું કંઈ કહેવા માંગતી નથી, અંગત મળશું ત્યારે વાત કરીશું અને આની માટે તમે મને વ્યક્તિગત.

હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું તેમ પણ રિવાબા જાડેજાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધારાસભ્ય રિવાબાના સસરાએ રવિન્દ્રસિંહ અને રિવાબા અંગે કેટલીક ચોંકાવનારી ટિપ્પણી કરી હતી.

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતાએ ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પુત્ર રવિન્દ્રસિંહ અને પુત્રવધુ રિવાબા પર કેટલીક ટીપ્પણીઓ કરી હતી. જે ચર્ચાનો વિષય બની ગયો હતો. જે નિવેદન બાદ રવિન્દ્રસિંહ જાડેજાની પણ એક પોસ્ટ સામે આવી હતી.

રવિન્દ્ર જાડેજાએ ખુલાસો રજૂ કર્યો હતો કે, આ ઇન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મરી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.’

રવિન્દ્ર જાડેજાના પિતા એ કહ્યું હતું કે ”મારે દીકરા રવિન્દ્રસિંહ જાડેજા કે તેની પત્ની રિવાબા જાડેજા સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતા.

I.N.D.I.A. ગઠબંધનને વધુ એક મોટો આંચકો, કેજરીવાલ સરકાર પંજાબમાં પોતાનો ઈરાદો કર્યો સ્પષ્ટ, પોતાના જ 13 ઉમેદવારો કરશે ઉભા

‘આજે JCBનો ટેસ્ટ હતો…’ જ્યારે નાગાલેન્ડના મંત્રી તળાવમાં ફસાયા, ક્રોલ કરતો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું આવું…

સોનામાં રોકાણ કરવાની સૌથી મોટી તક… સરકારી સોનું ખરીદીને મેળવો ડબલ રિટર્ન, સોમવારથી મળશે તક, મોટું અપડેટ આવ્યું સામે

રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.”


Share this Article