હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે નવી આગાહીમાં વરસાદ સાથે-સાથે ઠંડીનો વર્તારો પણ કર્યો છે. એક પછી એક બની રહેલી સિસ્ટમના કારણે વાતાવરણ પર અસર થશે. જેના કારણે શિયાળાની શરૂઆતમાં જ ગાત્રો થીજવતી ઠંડી પડશે. સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી પડતી હોય છે. પરંતુ આ વખતે પહેલા ઠંડી પડવાની વાતો સામે આવી રહી છે.
લાનીનોનું શિયાળાના સક્રિય થાય તો શિયાળામાં અષાઢી માહોલ સર્જાઈ શકે છે એવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં છે. વાત કરતાં અંબાલાલે કહ્યું કે આ વખતે 3 ડિસેમ્બરથી ઠંડીની શક્યતાઓ રહેશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
આગાહીમાં આગળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે જાન્યુઆરી મહિનો આકરી ઠંડીનો રહેશે અને લઘુતમ તાપમાન 5 ડિગ્રી જેટલું થઈ જવાની શક્યતાઓ રહેશે. વરસાદી સિસ્ટમો ઉપલા લેવલમાં જ્યાં વરાળને ઠંડક મળે છે ત્યાં થતી હોય છે અને જેટ ધારા પણ અગત્યની હોય છે. હવે પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતાઓ રહેશે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
જો કે મોટી ચિંતાની વાત અંબાલાલે એ કરી કે આ વખતે શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ છે. ભૂમધ્ય મહાસાગર તરફથી આવતા ભેજવાળા પવનો ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવવાની શક્યતાઓ રહેશે. જેના કારણે માવઠાનું પ્રમાણ વધશે આ સાથે જ ઠંડીનું જોર પણ વધશે. હવે આગામી સમયમાં જોઈએ કે અંબાલાલની આગાહી કેટલા અંશે સાચી પડે છે.