અલ્પેશ કારેણા: ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે. આ વર્ષે ખુબ જ સારો વરસાદ થવાનો છે. કમોસમી વરસાદ સાથે અતિ ભારે વાવાઝોડું ત્રાટકશે, હવામાનને લઈને વિવિધ આગાહી કરનાર અંબાલાલ પટેલના નામને લગભગ સૌ કોઈ લોકો જાણે છે. હવામાન શાસ્ત્રીઓમાં લોકો જેના ઉપર સૌથી વધુ વિશ્વાસ મુકે છે તે અંબાલાલ પટેલ છે કોણ ? તે કંઈ રીતે હવામાનને લગતી આગાહી કરે છે ? એવી તે કંઈ વિધ્યા તેઓ પાસે છે જેનાથી તે સચોટ આગાહી કરી શકે છે ? આવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે. ત્યારે લોકોના આ સવાલોના જવાબ જાણવા માટે લોક પત્રિકા દૈનિકની ટીમ પહોંચી અંબાલાલ પટેલ પાસે.
76 વર્ષની જૈફ વયે પણ હવામાનની સ્થિતિ જાણવા સતત વ્યસ્ત રહેતા અંબાલાલ પટેલે પણ લોક પત્રિકાને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ માટે હા કહી દીધી. અને તેઓ સાથેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં સામે આવેલી હકીકત સૌ કોઈને ચોંકાવનારી છે. છેલ્લા ૪3 વર્ષથી હવામાનને લઈને આગાહી કરનાર અંબાલાલ પટેલ વિશે અત્યાર સુધી કોઈએ પણ ન જાણી હોય તેવી રોંચક વાતો ખુદ અંબાલાલ પાસેથી જાણવા મળી છે. એવું તે શુ બન્યું કે ? અંબાલાલ પટેલ હવામાનની સ્થિતિ અંગે માહીતી મળતી થઈ ? એક જગ્યા ઉપર બેઠા બેઠા કંઈ રીતે તેઓ અંતરીક્ષમાં થઈ રહેલ હવામાનની હલન ચલન વિશે જાણી શકે છે ? તેની પાસે એવી તે કંઈ શક્તિ છે જેનાથી તેઓને હવામાન અંગેનું જ્ઞાન મળી રહ્યું છે ? આવા અનેક સવાલોના જવાબ ખુદ અંબાલાલે લોક પત્રિકાને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યા છે.
અંબાલાલ પટેલ આમ તો આ નામને કોઈ ઓળખાણની જરુર નથી. આજે અંબાલાલ પટેલને માત્ર નામથી લાખો લોકો ઓળખે છે તે અંબાલાલની સાદગી ભર્યું જીવન ઉડીને આંખે વળગે તેવુ છે. લોક પત્રિકાને અંબાલાલે કહેલી વાતોથી સેંકડો લોકોના મનમાં થતા પ્રશ્નોના જવાબ મળી જાય તેમ છે. લોક પત્રિકાની ટીમ જ્યારે અંબાલાલ પટેલના ઘરે પહોંચી ત્યારે તેઓનું ઘર બતાવવા માટે એક નહીં અનેક લોકો આવ્યા હતા. પોતાની નોકરીકાળ દરમિયાન અંબાલાલ પટેલને એક એવો વિચાર આવ્યો કે તેઓએ વરસાદ અંગેની સ્થિતિ મેળવીને ખેડુતોને ઉપયોગી બનવાનું નક્કી કર્યું. વર્ષ ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીનો એ સમય એવો હતો કે વરસાદ અનિયમિત થતો હતો. જેના લીધે વાવેતર કરનાર ખેડુતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવતો હતો. સરકારી નોકરી દરમિયાન અંબાલાલને મોટે ભાગે ખેડુતો સાથે મુલાકાત થતી હતી અને ખેડુતોની પીડા તે જાણતા હતા. આ પીડા દુર કરવા માટે અંબાલાલ પટેલે જ્યોતિષ શાસ્ત્ર અને વિવિધ શાસ્ત્રોથી હવામાન અંગેની માહિતી જાણવાનું શરુ કર્યું. ત્યાર પછી અંબાલાલ સૌ પ્રથમ ૧૯૮૦માં વરસાદ અંગે સચોટ આગાહી કરી હતી. બસ ત્યારથી આજદિન સુધી વરસાદ તેમજ હવામાનને લગતી આગાહી અંબાલાલ કરતા આવ્યા છે.
અંબાલાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આગાહી કરવાની શરૂઆત કઈ રીતે કરી અને પહેલી આગાહી ક્યારે કરી ત્યારે અંબાલાલ જણાવે છે કે હું જ્યારે બીજ ચકાસણી વિભાગમાં કામ કરતો ત્યારે મારે અલગ અલગ જગ્યાએ આખા ગુજરાતમાં ખેડૂતોને મળવાનું થતું. તો ઘણા ખેડૂતોના પાકમાં ખૂબ જ ખરાબી હોય અને બીજનો ભાવ ન મળતો. ખેડૂતો પણ ચિંતાતુર હોય. એટલે મે સહજ રીતે પૂછ્યું કે ભાઈ તમારા બીજમાં કેમ ગુણવત્તા નથી. ત્યારે ખેડૂતો જવાબ આપતા કે સાહેબ વરસાદનું કંઈ નક્કી નથી રહેતું. જો અમને ખબર હોય કે વરસાદ ક્યારે આવે અને કેવો આવશે તો અમે એ રીતે તૈયારી કરીએ જેથી નુકસાન ઓછું થાય. ગુજરાતના દરેક ગામડામાં આવી જ પરિસ્થિતિ હતી અને જગતનો તાત ચિંતામાં હતો.
દરેક જગ્યાએ દરેક ખેડૂતની આ ચિંતા અંબાલાલ પટેલને ખૂંચી. તેઓ વિચારવા લાગ્યા કે આ કેટલો સાર્વજનિક પ્રોમ્લેબ છે. માટે તેઓ જપી ન શક્યા અને એમણે મનોમન વિચાર કર્યો કે મારે કંઈક કરવું છે. અંબાલાલે વિચાર્યું કે વરસાદ પણ કંઈક તો સંશોધન કરવું જોઈએ કે જેથી ખેડૂતોને રાહત રહે. પછી અંબાલાલ જ્યાં જ્યાં જાય ત્યાંથી જ્યોતિષની બૂકો લાવે અને વાંચે. ભારતીય હવામનનો જ્યાં ઉંડો અભ્યાસ કરવા મળે એ બધી પણ બૂકો લીધી. અંબાલાલને જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ બૂક મને ઉપયોગમાં આવી શકે એ બધી જ બૂકો લીધી અને ઉંડો અભ્યાસ શરૂ કર્યો. એ રીતે અંબાલાલ બધું જોવા અને જાણવા લાગ્યા. ગ્રહો, નક્ષત્રો અને બૂક… બધું જે જરૂરી લાગ્યું એનો તમામનો અભ્યાસ કર્યો અને પછી 1980માં પહેલી વરસાદની આગાહી કરી અને સાચી પડી. ત્યારબાદ અંબાલાલ આગાહી કરવા લાગ્યા.
જ્યારે 1980મા શરૂઆત કરી અને વરસાદની આગાહીઓ સાચી પડવા લાગી ત્યારબાદ અંબાલાલનું નામ પણ ધીરે ધીરે લોકોના હોઠ પર રમવા લાગ્યું. જો કે આજે તો કોઈ એવું નહીં હોય જે અંબાલાલને ન ઓળખતું હોય. ત્યારબાદ અંબાલાલ ધીરે ધીરે ન્યૂઝ પેપરમાં પણ પોતાની આગાહીઓ લખતા થયા. અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં તેમની આગાહીઓ છપાતી. જેમાં સંદેશનું બપોરનું આવતું સેવક પેપર જનસત્તા પેપર, ગુજરાત સમાચાર પેપર, પ્રભાત, જયહિંદ, અંગેજી પેપર… વગેરે જેવા અલગ અલગ 15 ન્યૂઝ પેપરમાં ગુજરાતીઓ અંબાલાલ પટેલની આગાહીઓ વાંચતા હતા. ત્યારબાદ અંબાલાલ પટેલે ઠંડી અને ગરમી વિશે પણ આગાહી કરવાનું શરૂ કર્યું અને 5 વર્ષ બાદ એટલે કે 1985થી અંબાલાલે વરસાદની સાથે સાથે ગરમી અને ઠંડીની આગાહીઓ કરવાનું પણ શરૂ કર્યું. 1980થી લઈને 2023 સુધી હજુ અંબાલાલની આગાહીઓ થતી આવી છે અને સાચી પણ પડતી આવી છે. અંબાલાલ કહે છે કે હજુ મારી અમુક આગાહીઓ ખોટી પડે છે જેના કારણે મારે વધારે અભ્યાસ કરવાની જરૂર છે અને હું કરતો પણ રહું છું.
સરકાર પણ અંબાલાલ પટેલને ઘણી વખત આગાહી કરવા બોલાવતા, ન્યૂઝ ચેનલો વાળા પણ હાલમાં અંબાલાલ પટેલને આગાહી અંગે વારંવાર બાઈટ લેવા માટે પડાપડી કરતાં હોય છે.
અખાતી દેશોમાંથી રિલાયન્સ પર નાણાંનો બેફામ વરસાદ, અંબાણીને બીજું સૌથી મોટું ભંડોળ મળ્યું
તહેવારોની સિઝન પહેલા SBIએ આપી સૌથી મોટી ભેટ, હવે જાન્યુઆરી 2024 સુધી મળશે આ ખાસ સુવિધા
આજથી જ મેઘરાજાએ બાય બાય કહેવાનું શરૂ કરી દીધું, પરેશ ગોસ્વામીની આગાહી ખેડૂતો ખાસ જાણી લેજો
જ્યારે નોકરી શરૂ હતી ત્યારે અંબાલાલ પટેલે અનેક વખત સરકાર વતી આગાહી કરેલી છે. બિન અધિકૃત તરીકે અંબાલાલે સરકારમાં ખુબ આગાહી કરી અને સેવા આપી છે. જ્યારે અમે સવાલ કર્યો કે જો હાલમાં સરકાર તમને હવામાન શાસ્ત્રી તરીકે નોકરી પર રાખે અથવા ઓફર કરે તો તમે જાઓ ખરા? ત્યારે અંબાલાલ કહે છે કે ના મારી કોઈ ઈચ્છા નથી અને હું જઈ શકું એવી હાલતમાં પણ નથી એ સરકાર પણ જાણે છે.