Gujarat Weather : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અંબાલાલની આગાહી પ્રમાણે 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે.
8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે અંબાલાલના કહેવા પ્રમાણે વાતાવરણમાં ફરક આવે છે કે કેમ??
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવતા લોકોમાં ફફડાટનો માહોલ છે. અંબાલાલ પટેલે આગાહી પ્રમાણે 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણભારતમાં ભારે વરસાદની સંભાવના છે. એટલે બેફામ વરસાદની પણ હાલમાં શક્યતા સેવવામાં આવી રહી છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
એ જ રીતે હવામાન વિભાગે પણ નવી આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડી પણ વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ મૂવ થઇ ચૂકી છે. જેના કારણે ભારે વરસાદની હાલમાં કોઇ જ શક્યતા દેખાતી નથી.