જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ભારતીય સેનાના ત્રણ અધિકારીઓ સવાર હતા. બચાવ માટે ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. હજુ સુધી તેમનો સંપર્ક કરી શક્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જો કે તેમની તબિયત કેવી છે તે સેના તરફથી જાણવામાં આવી રહ્યું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. જો કે હજુ સુધી તે અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી.
માવઠાએ તો પથારી ફેરવી નાખી, કેસરથી લઈને દરેક પ્રકારની કેરીના ભાવમા તોતિંગ વધારો, ખાવાના પણ ફાંફાં
જમ્મુના કિશ્તવાડમાં સેનાનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાયલોટ સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં 3 લોકો સવાર હતા.