કોરોના વાઇરસએ જ્યારથી કહેર વરસાવવાનું ચાલુ કર્યું ત્યાર્થ્ગિ જ લોકોએ પણ ઈમ્યુનિટી વધારવા માટે ઉકાળા પીવાની શરૂઆત કરી દીધી, આપના દેશમાં કોરોનાની સાથે સાથે ઉકાળા પીવાનું ચલણ પણ વધ્યું. ત્યારે આયુષ મંત્રાલયથી લઈને આરોગ્ય મંત્રાલય સુધી મહામારીના સમયમાં ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ઉકાળાના પ્રયોગની સલાહ આપતા રહ્યાં છે, પરંતુ અનેકવાર લોકો દ્વારા ઉકાળાના વધુ પ્રયોગથી આરોગ્ય સંબંધિત પરેશાનીઓ પણ સામે આવી છે, કોરોના કાળ દરમિયાન ઉકાડો પીધા બાદ આંતરડામાં ચાંદા પડી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું, એટલે કે ઉકાળો ડોક્ટરની સલાહ પછી જ લેવો જોઈએ.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ કોવિડ-19 મહામારીથી બચવા માટે ઈમ્યુનિટી વધારનારા ઉપાયો અંતર્ગત ઉકાળાના પ્રયોગની સલાહ આપી ચૂક્યું છે. આમ તો ભારતમાં સદીઓથી ઉકાળાનો પ્રયોગ થતો આવ્યો છે, પરંતુ કોરોના મહામારી ફેલાયા પછીથી ખાસ કરીને છેલ્લાં બે વર્ષ દરમિયાન લોકોમાં ઉકાળાને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે.આયુષ મંત્રાલયે પણ કોરોનાથી બચાવ માટે ઘરેલુ ઉપાયો અંતર્ગત દિવસમાં એક કે બે વાર ઉકાળો પીવાની સલાહ આપી છે.
આરોગ્ય મંત્રાલયે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉકાળામાં તુલસી, તજ, કાળા મરી, સૂંઠ, સૂકી દ્રાક્ષ, ગોળ અને તાજા લીંબુના રસનો ઉપયોગ કરવા સલાહ આપી છે. ભલે ઉકાળાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે, પરંતુ એના વધુ ઉપયોગથી અનેક પરેશાનીઓ પણ થઈ શકે છે, એટલે કે ઉકાળાનો પ્રયોગ ત્યારે જ લાભદાયી છે જ્યારે તેને યોગ્ય માત્રામાં અને યોગ્ય ડોઝ સાથે લેવામાં આવે.આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલયના અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં એક કે બે વખત જ ઉકાળો પીવો જોઈએ. ઉકાળાની માત્રા કેટલી હોવી જોઈએ? એના જવાબમાં એક્સપર્ટ્સ કહે છે કે એકવારમાં લગભગ 50 mL ઉકાળો પીવો જોઈએ. એના માટે 100 mL પાણીમાં ઉકાળાને મેળવવામાં આવતા પદાર્થોને ત્યાં સુધી ઉકાળવા જોઈએ કે જ્યાં સુધી એ 50 mL જેટલા રહી ન જાય.
ઉકાળાના ફાયદા માટે એનો યોગ્ય માત્રામાં ઉપયોગ જરૂરી છે, પરંતુ જો ઉકાળાનો વધુ ઉપયોગ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે તો તેની અનેક સાઈડ ઈફેક્ટ નજરે પડે છે. નાકમાંથી લોહી વહેવું, મોંમાં છાલાં પડવાં, ખૂબ વધુ એસિડિટી થવી, અપચો કે કબજિયાત થવી. પેશાબમાં સમસ્યા થવી. જો તમને ઉકાળો પીવાને કારણે આમાંની કોઈપણ સમસ્યા જોવા મળે તો તરત જ ઉકાળો પીવાનું બંધ કરો અને ડોક્ટરની સલાહ લો.