વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી એશિયાનો સૌથી મોટો હેરિટેજ કાર શો, ઉદ્યોગપતિઓ-રાજવી પરિવારોની 18 હેરિટેજ કારની તસવીરો વાયરલ

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

આ શુક્રવારે એક એવો નજારો જોવા મળવાનો છે કે જે આખા ભારત નહીં પણ એશિયામાં ક્યાંય જોવા નથી મળ્યો, કારણ કે એશિયાનો સૌથી મોટો હેરિટેજ કારનો કાર શો વડોદરામાં શુક્રવારથી શરૂ થવાનો છે. આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે.

આ શો અંતર્ગત આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આ હેરિટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૌથી મોટી વાત એ છે કે આ રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ છે. ઉદ્યોગપતિઓમાં ગૌતમ સિંઘાનિયા( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર), હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે.

દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં જોડાઈ. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી.એમ.જાડેજાની સનબીમ રેપિયર, એન.કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાઇ હતી. આ ઉપરાંત 1938ની રોલ્સ રોયસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2 આ હેરિટેજ કાર રેલીમાં સામેલ થવાનું કહેવામાં આવી રહ્યું છે.

કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર કલેક્ટર મદનમોહને જણાવ્યું હતું કે આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરશે. જ્યાર બાદ 6થી 8 જાન્યુઆરી આ ગાડીઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લોકોને જોવા મળશે.

આ રેલીનું પ્રસ્થાન વિશે વાત કરવામાં આવે તો વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું હતું કે આ વિન્ટેજ કાર રેલીમાં ઘણી એવી બધી એવી કાર છે, જે મેં પણ પહેલીવાર જોઈ છે.

આ રેલીમાં નીચે પ્રમાણેની કારો સામેલ થશે એવી માહિતી મળી રહી છે.

1956 Hudson
1942 jeep ford GPW
1911 Napier
1922 Daimler
1930 Chevrolet depot hack woody

1932 Chevy
1949 convertible Cadillac
1935 Ford Special
1938 Armstrong Sidley
1938 Rolls-Royce 25/30

1947 Buick Roadmaster Convertible
1947 Daimler DB18
1958 Hindustan Landmaster
1948 HUMBER
1948 Bentley Marc VI
1948 Buick Super

1948 Buick Super
1955 Fiat
1948 Willys Jeep
1950 Ford Club Coupe, V8
1950 Ford F1 pickup truck

1950 MG YT
1951 Chevrolet Styleline Deluxe Sedan
1955 Cadillac fleetwood V-8
1956 Chevrolet Belair
1958 Mercedes Benz 300 C

1958 MG MGA Roadster
1958 Sunbeam Rapier series I
1969 Mercedes Benz 280 SL California Coupe
1980 Mercedes Benz W116 300 SD
Adler Trumpf 1936

1959 Rambler American
1964 Volkswagen Beetle
1965 230SL
1965 Chevrolet Impala
1968 Chevrolet Chevelle
1963 ALFA ROMEO GIULIA 1300 SUPER

AUSTIN 10/4 TOURER 1936
Austin Seven 1934
Baoni 1954 Morris Minor
Bentley 3.5
1936 Bentley 4.24
1937 BENTLEY VANDEN PLAS
1948 BUICK / INNOVA
Buick Super 8
Buick super 8 1947


Toyota FJ 43
Volkswagen Beetle 1968
Willys CJ2a
Willy’s Slat Grill
Wolseley 25 HP DHC


Contessa KL9-1
MGB 1965 CONVERTIBLE
Dodge Kingsway convertible
Cadillac Fleetwood 1935


1963 Cadillac, Sedan Deville
Sunbeam Rapier
Dodge Suburban Custom
Ford A Roadster 1931
Ford Thunder bird
1933 Packard 1107 Coupe Roadster
ROLLS ROYCE PHANTOM II
Daimler db18 1947
Dodge D2 Convertible Sedan 1936
1958 Chevrolet Style line


1942 jeep willys
Lincoln cosmopolitan 1947
1961 MERCEDES 280SL
Rolls royce silver cloud
Saab 96
STEYR & STEYR TYPE II


Share this Article
Leave a comment