ગુજરાતમાં ફરીથી એક પેપર લીક થતાં હાહાકાર! એકાઉન્ટનું પેપર ફૂટી ગયું, વિદ્યાર્થીઓએ કર્યો મોટો હોબાળો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Valsad Paper Leak News: ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક (Paper leak) થયાના સમાચાર મળ્યા છે. વલસાડમાં આવેલી શાહ એન.એચ કોમર્સ કોલેજમાં (Shah NH Commerce College) બી.કોમના વિદ્યાર્થીઓની આંતરીક પરીક્ષા ચાલી રહી છે. જેમાં સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓનું એકાઉન્ટનું (account) પેપર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું હોવાના આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા, અને કોલેજ પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.

 

કોમર્સ સેમ.5નું પેપર લીક

વલસાડમાં આવેલી શાહ એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમનું  5માં સેમેસ્ટરનું એકાઉન્ટનું પેપર લીક થયું હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપલની ઓફિસ પર પહોંચીને સુત્રોચ્ચાર કર્યા હતા, સાથે જ પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

 

 

વિદ્યાર્થીઓનો આક્ષેપ :

કોલેજના અધ્યાપક હેમરાજ દ્વારા પેપર લીક કર્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ઉપરાંત માંગ કરી રહ્યા છે કે, હેમરાજ સર સામે કાયદાકીય કાર્યવાહી થાય. જેને લઈને અનેક વિદ્યાર્થીઓએ આજે સુત્રોચ્ચાર સાથે વિરોધ કરીને કોલેજના આચાર્યની કેબીન સુધી પોહચી ગયા હતા.

VIDEO: 7 કરોડ ગુજરાતીઓમાંથી એક જ એવો છે જે હેલમેટ ન પહેરે છતાં પોલીસ મેમો નથી ફાડી શકતી, જાણો કારણ

અંબાજીમાં નકલી ઘી કેસના કારણે અમદાવાદમાં ચેકિંગ શરૂ, નીલકંઠ ટ્રેડર્સનો માલિક ભૂગર્ભમાં, કંપની સીલ કરી દીધી

Breaking: સિક્કિમમાં કુદરત રૂઠી, વાદળ ફાટવાથી આવ્યું ભયંકર પૂર, સેનાના 23 જવાનો લાપતા, આખા દેશમાં હાહકાર

 

 

સાથે જ એબીવીપી અને અન્ય વિધાર્થી સંગઠનો પણ સમગ્ર કિસ્સામાં લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓને સહયોગ ન આપતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. 29 તારીખે એડવાન્સ એકાઉન્ટનું પેપર હતું. જે લીક થતા કેટલાક સોશિયલ મીડિયા ગ્રુપમાં જોત જોતામાં વાઈરલ થઈ ગયું હતું. તે પેપર આવ્યું ક્યાંથી અને કોણે તે ફોડ્યું તે તપાસનો વિષય બન્યો છે.


Share this Article