Rajkot News: તહેવારોની સીઝન ટાંણે જ ગુજરાતમાં તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં હતા. સિંગતેલનો ડબ્બો 3170ને પાર પહોંચ્યો હતો. ત્યારે હવે તેલના ભાવમાં થોડી રાહત મળી છે. ગઈકાલે રાજકોટ સીંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો હતો અને હવે ફરીથી 20 રૂપિયા ઘટ્યા છે. આ રીતે બે દિવસમાં 35 રૂપિયાનો ઘટાડો થયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના (Groundnut) ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 35નો ઘટાડો નોંધાયો છે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2860 – 2910 થયો છે. ચોમાસાની વિદાય સાથે નવી મગફળીની આવક માર્કેટમાં શરૂ થઈ છે. યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035 થી 1440 બોલાયા છે. આ જ કારણ છે કે, માર્કેટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે.