હવામાન વિભાગે કરી ચોમાસાને લઈ મોટી આગાહી, જાણો ક્યારથી ઓફિશિયલ રીતે મેઘો મંડાશે, મોડું થશે કે સમયસર જ આવી જશે?

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં તારીખ 28 અને 29મીએ લોકલ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ છે.

imd

ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરીને રાજ્યમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, અંતિમ બે દિવસ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

આગામી 2-3 દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તે પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે જે આગામી દિવસમાં 41 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

imd

ડૉ. મોહંતીએ જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.”

આગામી 4 દિવસ અમદાવાદ જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયોના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો

અમિત શાહની ભવિષ્યવાણી… નરેન્દ્ર મોદી બનશે સતત ત્રીજી વખત PM, ભાજપ કેટલી સીટો જીતશે એ પણ જણાવ્યું

Weather Update: દેશમાં કાળઝાળ ગરમીથી મોટી રાહત, ગુજરાત, દિલ્હી-NCR સહિત 27 રાજ્યોમાં અનરાધાર વરસાદ પડશે

જેઠાલાલ ભલે ખડખડાટ હસાવતા હોય, પરંતુ એમની કહાની સાંભળીને તમે ચોધાર આંસુએ રડશો, જાણો એકદમ નવી વાત

મહત્વનું છે કે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે, તેમણે ભારે પવન ફૂંકાવાની સાથે તારીખ 25થી 29 દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


Share this Article
TAGGED: , ,