Big Update: લોકરક્ષકની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, LRDની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર, જાણો નવા નિયમો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: લોકરક્ષકની સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે આ મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ. આ સાથે હવેથી 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે.

100 ગુણની MCQ TESTને બદલે હવે ૨૦૦ ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે, જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી,  આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

શું ખરેખર બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા સપનાઓ પૂરા થાય છે? ઘણા સપના છે જે જાગ્યા પછી વ્યક્તિ ભૂલી જાય છે, જાણો આ પાછળનું વિજ્ઞાન

Breaking News: દિલ્હી દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, ED બાદ હવે કોર્ટ દ્વારા સમન્સ જારી

જસપ્રીત બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ, ક્રિકેટના ઈતિહાસમાં કોઈ બોલર કરી શક્યો નથી, ICC ટેસ્ટ રેન્કિંગમાં રહ્યો અવલ્લ

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.


Share this Article