National News: દિલ્હીની એક કોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ફરિયાદ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યા છે. વાસ્તવમાં, ED દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે, પરંતુ તેઓ સમન્સનું પાલન કરી રહ્યા નથી. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ સીએમ કેજરીવાલને સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો છે.
EDએ 31 જાન્યુઆરીએ કેજરીવાલને નવેસરથી સમન્સ પાઠવ્યું હતું અને તેમને 2 ફેબ્રુઆરીએ કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરને જારી કરવામાં આવેલ આ પાંચમું સમન્સ હતું. 3 ફેબ્રુઆરીએ એડિશનલ સોલિસિટર જનરલ S.V. રાજુએ ED વતી કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.
ઇડીની ફરિયાદ બાદ અરવિંદ કેજરીવાલે પોતે કોર્ટમાં હાજર રહેવું પડશે. આ માટે કોર્ટે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. સમન્સ અનુસાર, કોર્ટે કેજરીવાલને 17મી ફેબ્રુઆરીએ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.