Gujarat Weather: હવામાન વિભાગની મોટી આગાહી, 3 દિવસ કામ સિવાય બહાર ન નીકળતા, ધગધગતો તાપ પડશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગરમીને લઈને હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ 3 દિવસ ગરમી આવી જ યથાવત્ રહેશે. પવનોની દિશા બદલાતા 3 દિવસ ગરમીનું પ્રમાણ છે એટલું જ રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. વાતાવરણ થોડું હળવું થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદીઓએ હજુ પાંચ દિવસ 42 ડિગ્રી આસપાસ ગરમી સહન કરવી પડશે. આ સાથે શહેરમાં 2 દિવસ યલો એલર્ટ પણ જારી કરાયું છે. જોકે, બે દિવસ પછી યલો એલર્ટ દૂર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

હાલમાં વાતાવરણ એવું છે કે સમગ્ર ગુજરાતમાં ગરમી પડી રહી છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. લોકો બિમાર પણ પડી રહ્યા છે અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ અપાઈ રહી છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી હવે ક્યારે રાહત મળે એની જ લોકો રાહ જોઈ રહ્યા છે.

1000 Rupees Notes: 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ના ગર્વનરે આપ્યો મોટો સંકેત, જાણી લો જવાબ

RBI 2000 Note: 30 સપ્ટેમ્બર પછી 2000ની નોટનું શું થશે? કચરો તો નહીં જ બની જાય, તમારે માટે જાણવું જરૂરી

Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…

આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. હવે તો 42 ડિગ્રી ગરમી જાણે કે સામાન્ય બની ગઈ છે. ગઈકાલે રવિવારના રજાના દિવસે પણ લોકોએ મોડી સાંજ બાદ ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. એક તો ભારે ગરમી ઉપરાંત ભેજ અને તેના કારણે થતાં ઉકળાટથી લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. જો કે હવે જલદી જ આ ગરમીના તાપથી છૂટકારો મળે એની જ લોકો રાહ જોઈ રહ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly