BJP: કહેવું પડે બાકી! 2024ની ચૂંટણીમાં મહિલાઓને આકર્ષવા માટે ભાજપે કર્યો જોરદાર પ્લાન, વિપક્ષ જોતા જ રહી જશે!

Lok Patrika
By Lok Patrika
Share this Article

2024 Lok Sabha Election: 2024માં યોજાનારી લોકસબાની ચૂંટણીની તૈયારીઓમાં લેગેલી બીજેપીએ અડધી વસ્તી એટલે કે મહિલા મતદાતાઓને આકર્ષવા માટે ખાસ યોજના બનાવી છે. પાર્ટી દરેક લોકસભા સીટ પર ૨૦૦ મહિલા ‘કમલ મિત્ર’ બનાવવાની તૈયારી કરી રહી છે. બીજેપીની યોજના મહિલા મોર્ચાના પદાધિકારીઓ અને કાર્યકરોને પ્રશિક્ષિત કરીને દેશભરમાં એક લાખથી વધુ ‘કમલ મિત્ર’ મહિલાઓને તૈયાર કરવાની છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા શુક્રવારે પાર્ટી મુખ્યાલયમાં પાર્ટીના મહિલા માર્ચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વાનાતી શ્રીનિવાસનના નેતૃત્ત્વમાં થઈ રહેલા આ ‘કમલ મિત્ર’ પ્રશિક્ષણ કાર્યક્રમનું ઉદઘાટન કરશે.

બીજેપીની આ યોજના અંગે જાણો

કમલ મિત્ર એક યૂનિક પ્રશિક્ષણ કાર્યક્રમ છે, જેના દ્વારા બીજેપી પોતાના મહિલા નેતાઓ અને કાર્યકોરને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી યોજનાઓ અંગે પ્રશિક્ષિત કરશે. તે માટે ઉજ્જવલા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને માતૃત્ત્વ વંદના યોજના જેવી ૧૫ મુખ્ય યોજનાઓ અંગેની માહિતીને હિન્દી, અંગ્રેજી સિવાય તમિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ, બાંગ્લા, ગુજરાતી અને મરાઠી સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં તૈયાર કરી દેવામાં આવ્યું છે.

નડ્ડા દ્વારા તેને લોન્ચ કર્યા બાદ બીજેપી દેશભરમાં ડિસેમ્બર સુધી આ પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા ટ્રેનિંગ આપશે, જે ઓનલાઇન રહેશે. બીજેપી મહિલા મોર્ચાએ તે માટે સુશિક્ષિત મહિલાઓ જેમાં ડોક્ટર, પ્રોફેસર, એન્જિનિયર, વકીલ, આઈટી પ્રોફેશનલ અને રિસર્ચ સ્કોલર્સ સામેલ છે તેમની એક ટીમ તૈયાર કરી છે જે મહિલાઓને પ્રશિક્ષણ આપી તૈયાર કરશે. આ સુશિક્ષિત મહિલાઓના ગ્રુપમાં દેશભરના અલગ-અલગ રાજ્યોની સુશિક્ષત મહિલાઓને સામેલ કરાઈ છે, જે લોકલ ભાષામાં જ નિપૂણ છે અને આ ટીમ મહિલા મોર્ચાના કાર્યકરોને પ્રશિક્ષિત કરશે.

આ પણ વાંચો

TMKOC: જેનિફર બાદ વધારે એક અભિનેત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો, કહ્યું- આસિત મોદી કૂતરાની જેમ વર્તન કરે છે….

Gold Price: ઉનાળાની ગરમીમાં દિલને ઠંડક આપે એવા સમાચાર, સોનુ 1000 રૂપિયા સસ્તુ થયું, ખરીદનારા રાજીના રેડ થયાં

Dhirendra Shastri: જે લોકો બાબા બાગેશ્વરનું અપમાન કરી રહ્યા છે એ બધા કૂતરા સમાન છે… કેન્દ્રીય મંત્રીના નિવેદનથી વિવાદનો ભડકો

પ્રશિક્ષણ મેળવ્યા પછી તમામ કાર્યકરોને એક ટેસ્ટ આપવાનો રહેશે અને તેને પાસ કર્યા પછી તે એક પ્રશિક્ષિત કમલ મિત્ર સર્ટિફિકેટ મેળવી શકશે. આ અભિયાનનું લક્ષ્ય મોદી સરકારની યોજનાઓ અને સિદ્ધિઓની જાણકારીને વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ સુધી પહોંચાડવાની છે. આ કમલ મિત્રોની જાણકારી નમો પોર્ટલ પર પણ ઉપલબ્ધ કરી દેવાશે, જેથી કોઈ પણ તેમનો સંપર્ક કરી મદદ લઈ શકે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly