Banaskantha News: હજુ ગત જૂન મહિનાની જ વાત છે કે તાપીના મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો હતો. ત્યારે હવે આવા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના RTO સર્કલ પાસે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજના 5 જેટલા સ્લેબ તૂટી પડ્યા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ ગયા છે અને હાહાકાર મચી ગયો છે.
જેવી જ વિગતો મળી કે તરત જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના 5 સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ આ અંગે નિવેદન આપ્યું છે.
ધારાસભ્યે વાત કરી કે આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે. આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું.
આ ધનતેરસ પર સોનું ખરીદવા માટે તમારી પાસે અનેક વિકલ્પો છે, જાણો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ક્યો?
હાલમાં ત્યાંની પરિસ્થિતિ એવી છે કે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. જોકે, કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.