મંદીના વધતા ભય વચ્ચે વિશ્વભરમાં મોટી-મોટી કંપનીઓમાં છટણી કરવામાં આવી રહી છે. અમેઝોનથી ગૂગલ સુધી અને ટ્વિટરથી લઈને ફેસબૂક સુધી તમામ કંપનીઓએ પોતાના વર્કફોર્સમાં મોટો ઘટાડો કર્યો છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાનાર છે. બ્રિટનની સૌથી મોટી બ્રોડબેન્ડ અને મોબાઇલ પ્રોવાઇડર કંપની બીટી ગ્રુપે એક-બે હજાર નહીં, પરંતુ પુરા ૫૫,૦૦૦ કર્મચારીઓનું લિસ્ટ બનાવ્યું છે. તબક્કાવાર કરવામાં આવનારી આ મોટી છટણી વર્ષ 2030 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
ખર્ચમાં ઘટાડો કરવાને લઈ નિર્ણય કરાયો
સીએનએનની રિપોર્ટ મુજબ, બીટી ગ્રુપે આગામી પાંચથી સાત વર્ષોમાં પોતાના વર્કફોર્સને ઓછું કરવા માટેનો પ્લાન તૈયાર કરી લીધો છે. જે અંતર્ગત ૫૫,૦૦૦ નોકરીઓનો ઘટાડો કરવાની તૈયારી છે. કંપનીએ આ નિર્ણય ખર્ચમાં ઘટાડો અને પોતાના વ્યવસાયને સરળ બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)સહિત ટેકનોલોજીના વધુ ઉપયોગને લઈ કર્યો છે. યુકેની આ દૂરસંચાર કંપનીએ ગુરુવારે કહ્યું કે, તેનો કુલ કાર્યબળ ૨૦૨૦-૨૦૩૦ સુધી ૭૫,૦૦૦થી ૯૦,૦૦૦ વચ્ચે રહેશે.
આટલા લોકો કામ કરે છે બીટી ગ્રુપમાં
અત્યારે, બીટી ગ્રુપમાં કામ કરનારા લોકોની કુલ સંખ્યા લગભગ ૧,૩૦,૦૦૦ છે. કંપનીના સીઇઓ ફિલિપ જોન્સને આ સંબંધમાં એક નિવેદન આપ્યું છે કે, અમે જે રીતે કામ કરી એ છીએ અને પોતાના માળખાને સરળ બાવે છે, તેઓએ કહ્યું કે, ૨૦૨૯ના અંત સુધી, બીટી ગ્રુપ ઘણા ઓછા કાર્યબળશ અને ઘણા ઓછા ખર્ચ પર ભરોંસો કરશે. જોન્સન મુજબ, અમે એક અસાધારણ મેક્રો-ઈકોનોમિક બેકડ્રોપ નેવિગેટ કરી રહ્યા હતા.
કંપનીએ છટણીને લઈ કહી મોટી વાત
કંપની નેશનલ ફાઇબર નેટવર્ક બનાવવાના કામ પર કાર્ય કરી રહી છે અને તે હાઈ-સ્પીડ 5G મોબાઇલ સર્વિસિસને પણ રોલઆઉટ કરી રહી છે. બીટી ગ્રુપ તરફથી જણાવાયું કે, એક વખત ફાઇબર-ઓપ્ટિક બ્રોડબેન્ડ અને 5G મોબાઇલ નેટવર્ક પૂર્ણ રીતે શર થઈ ગયા પછી તેને જાળવી રાખવા માટે કંપનીને વધુ કર્મચારીઓની જરૂરત નહીં રહે. સીઈઓ ફિલિપ જોન્સને કહ્યું કે, નવું બીટી ગ્રુપ સારા ભવિષ્યની સાથે એક નાનો બિઝનેસ હશે. તેની સાથે જ ટેલીકોમ કંપનીએ જણાવ્યું કે, તેના નાણાંકીય વર્ષથી માર્ચ સુધી ચોખ્ખો નફો ટકા વધીને ૧.૯ અબજ જીબીપી (લગભગ ૧૯,૮૧૬ કરોડ રૂપિયા) થઈ ગયો.
ભલે બીટી ગ્રુનું નેટ પ્રોફિટ વધ્યું હોય, પરંતુ તેનો ટેક્સ પૂર્વેનો નફો એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ લગભગ 12 ટકા ઘટીને GBP 1.7 અબજ (આશરે રૂ. 17,476 કરોડ) થયો છે, જ્યારે આવક એક ટકા જેટલા ઘટાડા સાથે ૨૦.૭ અબજ જીબીપી (લગભગ ૨,૧૨,૭૩૬ કરોડ રૂપિયા) રહી ગઈ છે.
વોડાફોને પણ મોટાપાયે છટણીની જાહેરાત કરી છે
અહીં જણાવી દઇએ કે, આ બ્રિટનની પ્રથમ કંપની નથી જેણે પોતાનો વર્કફોર્સમાં મોટી છટણીની જાહેરાત કરી છે. આ અગાઉ બ્રિટિશ બેઝ્ડ ટેલીકોમ કંપની વોડાફોને પણ પોતાના વર્કફોર્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. ભારતમાં આ કંપની આદિત્ય બિરલા ગ્રુપની સાથે કામ કરી રહી છે.
આ પણ વાંચો
કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, તે ૧૧,૦૦૦ કર્માચારીઓને નોકરીએથી હટાવશે અને છટણીની આ પ્રક્રિયા આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. વોડાફોનમાં છટણીના પ્લાનને લઈ કંપનીના સીઇઓ ડેલા વૈલેની માનીએ તો કંપનીનો દેખાવ સારો રહ્યો નથી. સતત સારા પ્રદર્શન માટે વોડાફોનમાં બદલાવ જરૂરી છે.