સલામ છે આ હિંમત્તવાન મહિલાને: 40 વર્ષથી કચરો સાફ કરતી ચિંતી દેવી ડેપ્યુટી મેયર બની, લોકોએ આટલા હજાર મતોથી જીતાડી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

તમારામાં હિંમત હોય તો શું ના થઈ શકે… જો કે આવા ઉદાહરણો અસંખ્ય જોવા મળશે. તાજેતરમાં જ બિહારના ગયા જિલ્લામાં એક મહિલાએ આ કહેવતને જીવંત કરી છે. હકીકતમાં, બિહાર નગર નિગમની ચૂંટણીમાં મતદારોએ આશ્ચર્યજનક ચુકાદો આપ્યો અને ગયા નગર નિગમ વિસ્તારમાં 40 વર્ષથી સફાઈ કામદાર મહિલાને ડેપ્યુટી મેયરની ખુરશી પર બેસાડી દીધી. ડેપ્યુટી મેયર મહિલાનું નામ ચિંતી દેવી છે. તેમણે સમગ્ર ગયામાં સ્વચ્છતાનો સંદેશો આપ્યો અને જાતે જ સફાઈનું કામ પણ કર્યું.

દેશ માટે એક ઉદાહરણ બની ગયેલી ચિંતી દેવી ભણેલી નથી પરંતુ સમગ્ર વિસ્તારને સ્વચ્છતાનો એવો પાઠ ભણાવ્યો કે લોકો તેમના પ્રશંસક બની ગયા. ચિંતી છેલ્લા 40 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. તે દરરોજ ઝાડુ મારવાનું અને કચરો ઉપાડવાનું કામ કરતી. જોકે, હાલમાં તે શાકભાજી વેચવાનું કામ કરતી હતી. ગયા સીટ તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે આરક્ષિત થયા પછી, ચિંતી દેવીએ ચૂંટણી મેદાનમાં પોતાને અજમાવ્યો અને લોકોએ તેમને શહેરની મોટી જવાબદારી સોંપી.

ચૂંટણી જંગમાં ચિંતી દેવીની સામે નિકિતા રજક નામના ઉમેદવાર હતા. પરંતુ જનતાનો મૂડ સંપૂર્ણપણે ચિંતી દેવીની તરફેણમાં હતો. વિસ્તારના લોકોએ તેમનામાં વિશ્વાસ જાળવી રાખ્યો અને 27 હજારથી વધુ મતોથી જીત મેળવી. પોતાની જીત અંગે તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જનતા મને આટલો પ્રેમ આપશે.

મળતી માહિતી મુજબ, ડેપ્યુટી મેયર ચિંતી દેવીના પતિ હવે આ દુનિયામાં નથી, તેમનું નિધન થઈ ગયું છે. અત્યંત કપરા સંજોગોમાં પણ તેમણે સફાઈનું કામ છોડ્યું ન હતું. વર્ષ 2020 સુધી ચિંતી દેવીએ ઝાડુ મારવાનું ચાલુ રાખ્યું, ત્યાર બાદ જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ સ્વચ્છતા પ્રત્યે સજાગ રહ્યા.

ગયાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર મોહન શ્રીવાસ્તવનું કહેવું છે કે ચિંતી દેવીએ ગયામાં મેન્યુઅલ સ્કેવેન્જિંગનું કામ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, મહિલા મેન્યુઅલ સફાઈ કામદારે ડેપ્યુટી મેયર પદની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. શ્રીવાસ્તવે કહ્યું કે જે રીતે ભગવતી દેવી પણ માથા પર ટોપલી લઈને સાંસદ બન્યા હતા તે જ રીતે હવે ચિંતી દેવી જે જાતે સફાઈ કામદાર તરીકે જાણીતી હતી પરંતુ હવે ડેપ્યુટી મેયર તરીકે ઓળખાશે.

 


Share this Article
Leave a comment