રાજ્યમાં ક્લાસ-1 અધિકારીઓ કેટલીક ઘણી વખત લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે ચાર અધિકારી સહિત 51 અધિકારી અને કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે. ACB દ્વારા લાંચ લેતા ઝડપાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો દ્વારા લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકતો શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આવા અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી, વોચ રાખી, ગુપ્ત તપાસ હાથ ધરી, પ્રથમ દર્શનીય માહિતી મળતા કુલ ૩૫ અધિકારીઓ વિરુદ્ધ…
— Harsh Sanghavi (@sanghaviharsh) May 24, 2023
ઉપરાંત ACB દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરાઈ છે. તેમજ DA કેસ હેઠળ વર્ગ 1 ના 4, વર્ગ 2-12 અને વર્ગ-3 ના 19 અધિકારી અને કર્મચારીઓ સામે હાલમાં એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ACBએ અંદાજે 35 ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની યાદી તૈયાર કરી
ACBનાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ દ્વારા કચેરીમાં કામ માટે આવતા અરજદારનું કામ ઝડપી થાય તે માટે તેની પાસે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે. આવા ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની એક યાદી બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં કુલ અંદાજે 35 ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલ્કતની તપાસ હાથ ધરવાનાં આદેશ નિયામકે આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો
‘ડમીકાંડ’માં સંડોવાયેલા લોકોની તપાસનાં આદેશ કરાયા
આ ઉપરાંત ACBનાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે બહુચર્ચિત ‘ડમીકાંડ ‘માં સંડોવાયેલા કુલ 16 અધિકારી તેમજ કર્મચારીઓએ ભ્રષ્ટ્રાચાર આચરીને તેઓની કાયદેસર આવક કરતા વધુ સ્થાવર તેમજ જંગમ મિલકત વસાવેલી હોવાની શક્યતા હોઈ તમામ વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસના આદેશો કરવામાં આવેલ છે.