પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલો ભંગ એ સુનિયોજિત કાવતરું હતું, એવો ભાજપે આક્ષેપ કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સોશિયલ મીડિયા પર વીડિયોના રૂપમાં આનો પુરાવો મળી ગયો છે. એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોની તર્જ પર 5 જાન્યુઆરીએ PM મોદીના કાફલાને ફિરોઝપુરમાં રોકવામાં આવ્યો હતો. વાયરલ વિડિયો એનિમેટેડ વિડિયો છે.
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી તેમના કાફલા સાથે નીકળે છે અને બીજી તરફ ટ્રેક્ટર સાથે ઘણા લોકો પણ તેમને ઘેરવા માટે તે જ ફ્લાયઓવર તરફ આગળ વધવા લાગે છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોકો ફ્લાયઓવર પર પીએમ મોદીને ચારે બાજુથી ઘેરી વળ્યા છે.
બીજેપીએ પહેલા જ કહ્યું છે કે 5 જાન્યુઆરીના રોજ પીએમ મોદીનો કાફલો પંજાબના ફિરોઝપુરમાં 15 થી 20 મિનિટ માટે ફ્લાયઓવર પર રોકાયો હતો. આ મામલે તપાસ કરવા માટે ગૃહ મંત્રાલયની એક ટીમ ફિરોઝપુર પહોંચી છે.
સુપ્રીમ કોર્ટે પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવું ફરી ન થવું જોઈએ. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. પીએમ મોદીના કાફલાને રોકવાનું ખોટું હતું. અમે પીએમની સુરક્ષાને લઈને ગંભીર છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે તેમની સમિતિ પર વિચાર કરવો જોઈએ.