અમાદાવાદમાંથી બાળ તસ્કરી કરતુ દંપતી પકડાયુ છે. આ દંપતી મુળ થાણેનુ છે. બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહ નામથી આ દંપતીની ઓળખ થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એસપી રીંગ રોડ રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી હવે આ દંપતીની ધરપકડ કરી લીધી છે. અને તેમની સાથે પોલીસને પંદર દિવસનું બાળક પણ મળી આવ્યું છે. આ નવજાત બાળક વિશે પોલીસ તપાસમા ખુલાસા થયા કે દંપતિ આ બાળક હિંમતનગરના રેશ્માભાઇ રાઠોડ પાસેથી રૂપીયા 2 લાખ 10 હજારમાં ખરીદીને લાવ્યા.
અમાદાવાદમાંથી બાળ તસ્કરી કરતુ દંપતી પકડાયુ
આ બાદ બાળક્ને હૈદરાબાદના ઉમા બોમ્માડા નામની એજન્ટને વેચવાનો પ્લાન હતો. ઉમા બોમ્માડાને આ બાળક સોપતા 5 લાખ રૂપિયા આ દપતીને મળવાના હતા. પોલીસે જણાવ્યુ છે કે આરોપી બિપીન આ અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં સામેલ હતો. આ બાદ હવે આ નવજાત બાળકના માતા પિતા સુધી પહોચવા પોલીસે તપાસ શરૂ કરી છે.
એજન્ટો કરતા હતા કોડવર્ડનો ઉપયોગ
મળતી માહિતી મુજબ આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી સાથે જોડાયેલુ છે. હવે આ અગાઉ ગુના સાથે સંકળાયેલ માહિતી ભેગી કરવામા આવી રહી છે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. એજન્ટો બાળકી માટે ચોકલેટ અને બાળક માટે લોલીપોપ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતાં હતા.