કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ‘અજાણ્યો’ તાવ લોકોના જીવ લઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં 12 વર્ષથી નીચેના 4 બાળકો સહિત 12 લોકોના મોત થયા છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું હતું કે મૃત્યુનું કારણ મુખ્યત્વે ન્યુમોનીટીસ હોવાનું જણાયું હતું. કેટલાક સ્થાનિક જિલ્લા પંચાયતના સભ્યો કહે છે કે ડૉક્ટરો તાવની યોગ્ય સારવાર કરી શકતા નથી. તાવના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ તાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરહદ નજીક આવેલા તાલુકામાં તબીબી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. કુલ 22 મોનિટરિંગ ટીમો અને ડોકટરો તૈનાત કરવામાં આવ્યા છે. તાવનું કારણ શું છે તે ચોક્કસપણે નક્કી કરવા માટે રહેવાસીઓ પાસેથી નમૂના લેવામાં આવી રહ્યા છે. H1N1, સ્વાઈન ફ્લૂ, ક્રિમિઅન-કોંગો ફીવર, મેલેરિયા અને ડેન્ગ્યુની શક્યતાને નકારી કાઢવા માટે આરોગ્ય કર્મચારીઓ ઉપરોક્ત સેમ્પલ લઈ રહ્યા છે.
કચ્છ કલેક્ટર અમિત અરોરાએ કહ્યું- પ્રાથમિક રીતે એવું લાગે છે કે મૃત્યુ ન્યુમોનીટીસને કારણે થયા છે. એવું લાગતું નથી કે તે ચેપને કારણે છે. તેમજ તે કોઈ ચેપી રોગ હોવાનું જણાતું નથી. આરોગ્ય વિભાગની 22 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહી છે, જેમાં બે સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાંથી નિયુક્ત કરાયેલી ટીમો અને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજની ક્વિક રિએક્શન ટીમનો સમાવેશ થાય છે.
કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે લખપત તાલુકાના બેખડા, સાણન્દ્રો, મોરગર અને ભરવંદ ગામમાં 3 થી 9 સપ્ટેમ્બર વચ્ચે 5 થી 50 વર્ષની વયના 12 દર્દીઓ આ તાવને કારણે મૃત્યુ પામ્યા હતા. દરમિયાન લખપત પંચાયતના પૂર્વ સદસ્ય હુસેન રાયમાએ જણાવ્યું હતું કે તાવથી પીડાતા લોકોને પ્રથમ લખપત તાલુકાના વર્માનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
ત્યારબાદ દર્દીઓને દયાપર સીએચસી અને છેલ્લે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એક દર્દીને અમદાવાદ પણ મોકલવામાં આવ્યો હતો. પરંતુ દર્દી તાવમાંથી સાજો થઈ શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર્દીઓને તાવ, શરદી, ખાંસી, ન્યુમોનિયા હતો. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જ્યારે અન્ય જિલ્લા પંચાયતના સભ્ય મામદ જંગ જાટે જણાવ્યું હતું કે ડૉક્ટરો આ રોગ માટે યોગ્ય સારવાર આપી શક્યા ન હતા, જેના કારણે મૃત્યુ થયા હતા.