ઠેર ઠેર આજે અમદાવાદમા રસ્તાઓ બંધ, કેટલાય રૂટને ડાયવર્ઝન કરાયા, અહીં જાણી લો આખું લિસ્ટ, નહીતર હેરાન પરેશાન થઈ જશો

Desk Editor
By Desk Editor
Share this Article

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને ટ્રાફિક વિભાગે પત્રકાર પરિષદ કરી હતી, અને રથયાત્રા દરમિયાન કયા રસ્તાઓ બંધ રહેશે અને કઈ જગ્યાએ ડાયવર્ઝન અપાયા છે તેની માહિતી રજૂ કરી હતી. જગન્નાથજી મંદિરના આસપાસના રસ્તાઓ સોમવારની રાત્રે 2 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.  રૂટ ડાયવર્ઝન સમયે લોકો પબલિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકશે, એક જગ્યાથી બીજી જગ્યા પર સરળતાથી જઈ શકે તેવી વ્યવસ્થા ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146 મી રથયાત્રા નિકળી છે. રથયાત્રાને લઈને શહેરમાં રસ્તાઓ પર ડાયવર્ઝન અપાયા છે. જેમાં ખાસ કરીને ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર બજાર રસ્તો, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજાનો રસ્તો, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલના રસ્તાઓ બંધ રહેશે. જેને લઈ લોકોએ અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે.

 

 

રથયાત્રા દરમિયાન આ રસ્તાઓ બંધ રહેશે :

રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધી રસ્તો સવારે 5 થી બપોરે 11 અને સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યા સુધી બંધ રહેશે.  સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ અને સરસપુરનો રસ્તો સવારે 9 વાગ્યાથી 4.30 કલાક સુધી બંધ રહેશે. કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા અને દિલ્હી ચકલાનો રસ્તો સવારે 9 થી 4.30 કલાક સુધી બંધ રહેશે. પાનકોર નાકાં, માણેક ચોક અને ગોળ લીમડા વિસ્તારનો રસ્તો 5.30 થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. રથયાત્રા દરમિયાન લોકો રિવરફ્રન્ટ અટલ બ્રિજની આસપાસના વિસ્તારમાં અને સરસપુર વિસ્તારમાં વિક્રમ મિલના કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરી શકશે.

 

 

આ પણ વાંચો

 

અહીં 1 લીટર પેટ્રોલ માત્ર 1.5 રૂપિયામાં મળે છે, પરંતુ આ દેશમાં છે સૌથી મોંઘુ, જાણો દરેક દેશના ભાવ

જો ભાઈ બીજીવાર મોકો આવે કે ના આવે, સરકાર આજથી એકદમ સસ્તુ સોનું વેચી રહી છે, ખાલી આટલાં હજારમાં જ એક તોલું આવી જશે

બિપરજોય વાવાઝોડું સતત ૧૨ કલાક સુધી રાજસ્થાનમાં તબાહી મચાવી દેશે, ભારેથી અતિભારે વરસાદ, જાણો ગુજરાત માટે શું છે આગાહી

 

 

ડાયવર્ઝન માર્ગ

ગીતા મંદિર ST જવા માટે જમાલપુર બ્રિજ ચાલુ રહેશે, બ્રિજની નીચેનો ભાગ બંધ રાખવામાં આવશે. સરદાર બ્રિજ અને પાલડી વાળો રસ્તો ચાલુ રહેશે. કાલુપુર વિસ્તારમાં લોકોને રેલ્વે સ્ટેશન પર જવા માટે પોલીસ દ્વારા SML વાન મૂકવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિને રેલ્વે મુસાફરીમાં સમસ્યા ન રહે.


Share this Article