Kutch News: કચ્છના ડો. અશોક આસવાણી એટલે કે આખું ગુજરાત જેને ચાર્લિ ચેપ્લિનના ડુબ્લિકેટ સમજતા હતા તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ ડોક્ટર હતા. જ્યારે બિમાર પડ્યા ત્યારે તેમને અમદાવાદ ખાતે મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. એ જ સમયે ચાર્લિ ચેપ્લિન કહેવાતા ડોક્ટર અશોક આસવાણીનું નિધન થયું છે. હાલમાં કચ્છ વાસીઓને મોટી ખોટ પડતાં લોકોમાં માતમ પ્રસરી ગયો છે.
આદિપુરમાં ચાર્લિ ચેપ્લિન પ્રશંસક ડો. અશોક આસવાણી તથા તેમના સભ્યો દર વર્ષે ચાર્લી ચેપ્લીનની જન્મજયંતીની ઉજવણી કરતા હતા. ચાર્લિ સર્કલના માધ્યમથી દર વર્ષે આ વિશ્વવિખ્યાત અદાકારને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. ચાર્લિનની જન્મજયંતી નિમિત્તે પણ ચાર્લિ સર્કલ દ્વારા સવારે ૧૦થી ૧૧ વાગ્યાના અરસામાં મદનસિંહ ચોકથી ગાંધી સમાધિ સુધી શોભાયાત્રા કાઢવામાં આવતી. જેમાં ચાર્લિ ચેપ્લિન જેવા જ ગેટઅપમાં શાળાના બાળકો જોડાતા.
ત્યાર બાદ સાંજે ૪ વાગ્યે ચાર્લિની તસવીરની વિદ્યાર્થીઓ માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરાતું. સાંજે ૬ વાગ્યે પ્રભુદર્શન હોલ ખાતે ગાંધીધામ કોલેજીયેટ ર્બોડના અધ્યક્ષા અંજના હજારેના પ્રમુખપદે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા અને આ રીતે તેમને યાદ કરાતા. જો કે હવે આ બધાનું આયોજન કરનાર ડો. અશોક આસવાણી ફાની દુનિયાને અલવિદા કહી ગયા છે અને આદિપુર કચ્છ તેમજ ગુજરાતને મોટી ખોટ પડી છે.