Junagadh News: આ વર્ષની લીલી પરિક્રમા વિશે વાત કરીએ તો 23થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. દામોદર કુંડમાં સ્નાન સાથે ભાવિકો લીલી પરિક્રમાની શરૂઆત કરે છે. કહેવાય છે કે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ચાલે છે, જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.
ગિરનારની 40 કિમીની પરિક્રમાને લઇ 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશે. આ તરફ હાર્ટએટેકની ઘટનાઓને લઇ 25 જેટલા મેડિકલ કેમ્પમાં MD ડોક્ટર પણ તૈનાત કરાવામાં આવનાર છે. 40 કિલોમીટરના રૂટ પર 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ વર્ષે સારા વરસાદને પગલે 15 લાખથી વધારે લોકો લીલી પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે. જેને લઇને ST વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધાઓ અને રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે. લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે, એટલું જ સામાજિક મહત્ત્વ પણ છે! ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે. સૌ મળીને સાથે રહેતા શીખે છે, જે પ્રવાસનો આનંદ હોય છે. ત્યારે આ વર્ષ માટે ગિરનારની લીલી પરિક્રમા માટે ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ તારીખ નક્કી કરવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વર્ષે 23 નવેમ્બરે કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન કરાયું છે. ગિરનારની લીલી પરિક્રમા માટે દેશભરથી લાખો યાત્રિકો ગિરનાર આવવાના છે. જેને લઇને જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની સમસ્યા માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.
ગૂજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમા નું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. એમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ MD ડોકટર પણ તૈનાત રખાશે.