દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ દરમિયાન ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગીના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. શિવસેનાના નેતા ઉદય સામંતે શુક્રવારે કહ્યું હતું કે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે નવી મહારાષ્ટ્ર સરકારમાં જોડાવા માંગતા નથી અને તેના બદલે તેઓ પોતાની પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
ઉદય સામંતે જણાવ્યું હતું કે અગાઉની મહાયુતિ સરકારમાં મુખ્ય પ્રધાન રહેલા શિવસેનાના વડા શિંદેએ પક્ષના નેતાઓની માગણીને કારણે નમતું જોખ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સામંતે કહ્યું, “એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનવામાં રસ ન હતો. પક્ષના ધારાસભ્યો અને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓએ સરકારનો ભાગ બનવું જોઈએ કારણ કે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓને આગળ વધારવામાં આવે તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી છે, “એમ તેમણે જણાવ્યું હતું.
સંસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા
તેમણે કહ્યું કે, “તેઓએ અમને કહ્યું કે તેઓ એક સંગઠન બનાવવા માગે છે પરંતુ તેઓએ અમારી વિનંતીનું સન્માન કર્યું.” તેમણે કહ્યું કે શિંદેએ ગુરુવારે શપથ ગ્રહણ સમારોહ બાદ પાર્ટી કાર્યાલયમાં શિવસેનાના નેતાઓ સાથે વાત કરી હતી. શિંદે અને એનસીપીના વડા અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
‘બધા મળીને સરકાર ચલાવશે’
બુધવારે સવારે ભાજપ વિધાયક દળની બેઠકમાં સીએમ ચહેરા માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી હતી. એ પછી મહાયુતિના નેતાઓની બેઠક મળી હતી અને ફડણવીસના નામે સમર્થનનો પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. શિંદે, પવાર અને ફડણવીસ રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની સામે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શિંદેએ કહ્યું, “2022 માં, ફડણવીસે આ જ સ્થળે મારું નામ સૂચવ્યું હતું અને આજે હું પણ તે જ જગ્યાએ ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકી રહ્યો છું.” અમે ત્રણેય સાથે મળીને સરકાર ચલાવીશું, એમ તેમણે કહ્યું હતું.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
હરતું ફરતું પાણીપુરીનું મશીન, પાણીપુરી મેનને જોઈ મહિલાઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ, VIDEO વાયરલ
આ છે બાબા વાંગાની વર્ષ 2025ની ભવિષ્યવાણી, બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે મોટા ફાયદા!
ફડણવીસે શું કહ્યું?
આ પહેલા ખાસ વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “શિંદેજીને ખૂબ જ શાંતિ અને સંયમથી લોકોની વાત સાંભળવાની આદત છે. તેઓ બધા સાથે વાત પણ કરે છે. ટિકિટોનું વિતરણ થતું હતું ત્યારે પણ છેલ્લી ઘડી સુધી તેમની ચર્ચાઓ ચાલતી રહી હતી. પરંતુ અમારી પ્રથમ બેઠક પછી સરકારમાં જોડાવાના તેમના નિર્ણયની પુષ્ટિ થઈ હતી, મંત્રાલય વિશે પૂછતાં ફડણવીસે કહ્યું હતું કે ચર્ચા ચાલી રહી છે. અમે મંત્રાલયના વિતરણની સંખ્યા લગભગ નક્કી કરી લીધી છે. જોકે, તેમણે નક્કી કરેલા નંબરો જણાવવાનો ઇનકાર કર્યો હતો.