Gujarati News: ગુજરાતમાં જે રીતે અલગ અલગ કૌભાંડ સામે આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. કારણ કે સરકારી કચેરી આખી નકલી બનીને કરોડો ખંખેરી લે ત્યાં સુધી કોઈને ખબર સુદ્ધાં નથી પડતી. હવે ફરીથી એક બીજો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે.
મળતી માહિતી પ્રમાણે કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી” નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કાર્યપાલક ઇજનેર સિંચાઈનું બોર્ડ લગાવી 93 કામોનાં 4.15 કરોડ ખંખેરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે.
પોલીસે આરોપી સંદિપ રાજપૂતની ધરપકડ કરીને આગળની કામગીરી હાથ ધરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. છોટાઉદેપુરમાં શખ્સે 4 કરોડની છેતરપિંડી કરી એ સમાચાર હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચર્યું હતું. 26/07/2021 થી અત્યારસુધી કુલ 93 કામોનાં રૂ 4,15,54915/ કરોડનું કૌભાંડ આચર્યું હતું.
એક સમયે મુકેશ અંબાણી કરતા પણ વધુ અમીર હતો આ શખ્સ, ખરાબ દિવસો આવ્યા તો પોતાના ઘરેણાં પણ વેચવા પડ્યા
સોનાના ભાવમાં મોટો કડાકો, આસમાનથી સીધા જમીન પર ભાવ આવી ગયા, જાણો એક તોલાના હવે કેટલા આપવાના?
સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. જે બાદ પોલીસને આ અંગે ફરિયાદ કરવામં આવતા આરોપી સંદીપ રાજપૂત સામે કલમ 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુરમાં સામે આવેલી નકલી સરકારી ઓફીસની ઘટનાથી ચારેકોર ચકચાર મચી જવા પામી છે.