India News:સોમવારે સવારે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગવાથી પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. ભસ્મ આરતી વખતે અબીલ-ગુલાલ ચઢાવવામાં આવતો હતો. દરમિયાન આગ ફાટી નીકળી હતી. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર ચાલી રહી છે. આગ સમયસર કાબુમાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની નોંધ લીધી છે. સીએમ મોહન યાદવે પણ માહિતી લીધી છે. એવા સમાચાર છે કે મોહન યાદવ ઉજ્જૈન પહોંચી શકે છે. સીએમ મોહન યાદવના દીકરા દીકરી પણ ઘટના સમયે ત્યાં જ હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, ‘મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સાથે વાત કરી અને ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી લીધી. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.” ઘાયલોની ઓળખ સત્યનારાયણ સોની, ચિંતામણી, રમેશ, અંશ શર્મા, શુભમ, વિકાસ, મહેશ શર્મા, મનોજ શર્મા, સંજય, આનંદ, સોનુ રાઠોડ, રાજકુમાર બાઈસ, કમલ અને મંગળ તરીકે થઈ છે.
14 ઘાયલોમાંથી કુલ 9 લોકોને સવારે 9 વાગ્યા સુધીમાં ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. ઉજ્જૈનના કમિશનર સંજય ગુપ્તા ઘાયલોની હાલત જાણવા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ ટીમમાં એડીએમ અનુકલ જૈન, એડીએમ મૃણાલ મીનાનો સમાવેશ થાય છે જે ટૂંક સમયમાં રિપોર્ટ સોંપશે. કલેકટરે કહ્યું કે મંદિરમાં દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.
અહેવાલ મુજબ આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘટના અંગે માહિતી આપતા ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગની આ ઘટનાને કારણે લોકો સામાન્ય દાઝી ગયા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
તમને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વરના પ્રાંગણમાં રવિવારે સાંજે હોળીનો તહેવાર શરૂ થયો હતો. અહીં સૌ પ્રથમ સાંજની આરતી વખતે હજારો ભક્તોએ બાબા મહાકાલ સાથે ગુલાલની હોળી રમી હતી. ત્યારબાદ મહાકાલ પ્રાંગણમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.