ગુજરાતના બે જિલ્લામાં પથ્થરમારા, નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના, પોલીસ એલર્ટ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
riots in gujarat
Share this Article

Narmada News : ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદમાં હવે નર્મદા જિલ્લામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવા ના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

communal riots in gujarat

નર્મદામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો 

નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.  નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત પહોંચી, ખેલાડીઓએ પહોંચતાની સાથે જ પોતાનું વલણ બદલ્યું

ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઈસરોના વડા એસ સોમનાથે સોમનાથ મંદિરના દર્શન કર્યા, ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર વિશેની નવીનતમ માહિતી આપી

 

વડોદરાના મંજુસર ગામમાં 2 જૂથ અથડામણ 

આ તરફ વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મંજુસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. આ તરફ હવે વાયરલ વિડીયોને આધારે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Share this Article