કોડીનાર તાલુકાના આલીદર ગામે છેલ્લા ઘણા સમયથી ગામ પાસે વસવાટ કરતા સિંહને ગ્રામજનો રામ-લખનથી ઓળખતી હોય જેમાં લખન નામનો સિંહ બીમાર પડતા ગામના યુવાને સત્યનારાયણની કથા માની હતી અને સિંહ લખન સાજો થતા કથા કરી માનતા પૂર્ણ કરી હતી.
ગુજરાતના ગીર વિસ્તારમાં સિંહના ચાહકો ખૂબ છે .આ વિસ્તારની અંદર હવે ધીમે ધીમે સિંહની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને સિંહને એક પરિવારના સદસ્યની જેમ પણ લોકો માનતા હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તારની અંદર આવેલા આલીદર ગામના યુવકો દ્વારા વન્ય પ્રાણીઓની જાળવણી ખૂબ જ રાખવામાં આવે છે.
લખન નામનો સિંહ બીમાર પડયા બાદ સાજો થયો
આ રામ અને લખનની જોડી આલીદર બોડીદર સહિતના ગ્રામીણ વિસ્તારની અંદર વારંવાર આટા ફેરા મારતા હોય છે અને આ વિસ્તારના લોકો સિંહને અનમોલ વસ્તુ તરીકે સાચવે છે. સિંહ પ્રેમી દ્વારા આ માનતા અઢી મહિના સમય બાદ પૂર્ણ થઈ હતી.
વન વિભાગ દ્વારા લખન નામના સિંહનું રેસ્ક્યુ કરી અને સિંહની સારવાર કર્યા બાદ ફરી પાછો જંગલમાં છોડી મુકતા અઢી મહિના બાદ રામ અને લખનનું મિલન થયું હતું, આ જોઈ અને યુવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને યુવકની માનતા આ સમયે પૂર્ણ થઈ હતી.
ગામમાં રામ-લખન સિંહની જોડીની લટાર
કોડીનાર પંથકના આલિદર ગામે રામ-લખન નામના બે સાવજોનો જન્મ થયો હતો. આ વિસ્તારની અંદર રામ લખનની જોડી ખૂબ પ્રખ્યાત છે. એક સિંહના જોડકા છે જે વારંવાર આ વિસ્તારમાં આંટાફેરા મારતો હોય છે અચાનક લખન નામનો સાવજ બીમાર પડ્યો હતો અને આ બીમાર સિંહને વન વિભાગ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. સિંહ પ્રેમી ભગીરથસિંહ બારડ સિંહ સાજો થાય તે માટે એક માનતા રાખી હતી.
SBI બેન્કમાં જઈને આજે જ ખોલો બાળકનું આ ખાસ ખાતું, જીવનમાં ક્યારેય પૈસાની કમી જ નહીં રહે એની ગેરન્ટી
બાળકોને તમે પણ Bournvita પીવડાવતા હોય તો ચેતી જજો, નવો રિપોર્ટ જાણીને લાખો લોકોના હાજા ગગડી ગયાં
કરોડો લોકો માટે મોટા સમાચાર: 1 મેથી જૂના નિયમો બદલાશે! કોલ અને SMS અંગે લેવાયો સૌથી મોટો નિર્ણય
યુવાને કથાની માનતા પૂર્ણ કરી
સિંહ પ્રેમી ભગીરથસિંહ જણાવ્યું કે રામ લખનની વાત ખૂબ જ અલગ છે સિંહ નહીં પરંતુ તે અમારો પરિવાર છે. લખન બીમાર પડ્યો હતો ત્યારે સત્યનારાયણ ભગવાનની કથાની માનતા માની હતી. હવે રામ લખનને ગામમાં જોતા અનહદ ખુશીનો અનુભવ થાય છે અને ભગવાનની કથા પૂર્ણ કરી રામ લખન સલામત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.