Gold Price 15th May: સોના અને ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ સોમવારે પણ ચાલુ રહ્યો હતો. જો તમે લગ્ન પ્રસંગે સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. દરમાં વધારાને કારણે લગ્નની સિઝનમાં પણ જ્વેલરીનું વેચાણ વેગ પકડી શક્યું નથી. પરંતુ જો તમે સોના અને ચાંદીના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છો તો આવનારા સમયમાં રેટ વધુ વધી શકે છે. સોમવારે બુલિયન માર્કેટ અને મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. MCX પર સોના અને ચાંદીના દરમાં ઘટાડો અને બુલિયન માર્કેટમાં વધારો જોવા મળ્યો હતો.
સોનું અને ચાંદી મોંઘા થતા રેકોર્ડ સ્તરે ચાલી રહ્યા છે. લોકો તેની કિંમતમાં ઘટાડો થવાની આશા રાખી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા સમયમાં સોનાનો ભાવ વધીને 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી જશે. એ જ રીતે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 80,000 સુધીનો વધારો થવાની ધારણા છે. સોમવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સોના અને ચાંદી બંનેમાં વધારો
સોમવારે મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં વધારો જોવા મળ્યો હતો. બપોરે ચાંદીના ભાવમાં 236 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો અને તે 7329 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય સોનું રૂ.113ના વધારા સાથે રૂ.61000 પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આ પહેલા શુક્રવારે સોનું 60887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 73054 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.
બુલિયન માર્કેટમાં પણ રેટ વધ્યા છે
ઈન્ડિયા બુલિયન એસોસિએશન (https://ibjarates.com) દ્વારા બુલિયન માર્કેટ રેટ દરરોજ જારી કરવામાં આવે છે. સોમવારે બપોરે 12 વાગ્યે જારી કરાયેલા રેટ પ્રમાણે સોનું રૂ. 270 વધી રૂ. 61235 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 525 વધી રૂ. 72565 પ્રતિ કિલો પર પહોંચી હતી. આ પહેલા શુક્રવારે ચાંદીનો ભાવ રૂ.72040 અને સોનાનો ભાવ રૂ.60964 પર બંધ થયો હતો.
સોમવારે 23 કેરેટ સોનું 60990 રૂપિયા, 22 કેરેટ સોનું 56091 રૂપિયા અને 20 કેરેટ સોનું 45926 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઝડપથી વધઘટ થઈ રહી છે. ફેબ્રુઆરીમાં એક તબક્કે સોનું ઘટીને રૂ. 55,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું.