સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો

Lok Patrika
By Lok Patrika
Share this Article

સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.22 ટકાના વધારા સાથે 61,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.40 ટકા વધીને 74,914 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાથે જ 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ દોઢ જ મહિનામાં આજના અસામાન્ય ઉછાળા બાદ સોનાએ ફરી એકવાર પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,090 રુપિયા પર ટ્રેડ થયું છે. અમદાવાદમાં હાલમાં 56,300 રૂપિયા સોનું અને ચાંદી 61,410 રૂપિયે એક કિલો વેચાઈ રહી છે.

સોનાની શુદ્ધતા આ રીતે સમજો

24 કેરેટ = 100 ટકા શુદ્ધ સોનું (99.9%)
20 કેરેટ = 83.3 ટકા શુદ્ધ સોનું
22 કેરેટ = 91.7 ટકા શુદ્ધ સોનું
18 કેરેટ = 75.0 ટકા શુદ્ધ સોનું

‘તું અંબાણી છો કે ભિખારી છો…’ સ્કૂલમાં બાળકો શા માટે એવું કહીને અનંત અંબાણીને ચીડવતા હતા, નીતાએ કર્યો ખુલાસો

PHOTOS: ‘કિંગ ઓફ સાળંગપુર’ દાદાની 54 ફુટની અને 30,000 કિલોની વિશાળ પ્રતિમા, 7 કિમી દૂરથી દેખાશે, ભૂંકપ કંઈ નહીં ઉકાળી શકે

નીતિન ગડકરીએ હાઈવે વાહન ચાલકોને મોજે મોજ કરાવી દીધી, ટોલ ટેક્સના નિયમોમાં કર્યો મોટો ફાયદાકારક ફેરફાર

મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના ભાવ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાયના શનિવાર અને રવિવારે ibja દ્વારા દર જારી કરવામાં આવતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દર જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. ટૂંક સમયમાં એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થશે. આ સિવાય, તમે સતત અપડેટ્સ માટે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો. તમને જણાવી દઈએ કે વિવિધ શુદ્ધતાના સોનાની માનક કિંમત ભારતીય બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરાયેલી કિંમતો કરતા અલગ છે. માહિતી ઉપલબ્ધ છે. આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જિસ પહેલાની છે. IBJA દ્વારા જારી કરાયેલા દર દેશભરમાં સામાન્ય છે પરંતુ GST તેની કિંમતોમાં સામેલ નથી. તમને જણાવી દઈએ કે જ્વેલરી ખરીદતી વખતે ટેક્સના સમાવેશને કારણે સોના કે ચાંદીના ભાવ વધારે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly