Gold Silver Price Today: જો તમે પણ આજે બજારમાં જઈને સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજે એટલે કે 9 ફેબ્રુઆરી રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
સોનાની કિંમત 63,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. જોકે, ચાંદીનો ભાવ રૂ. 400 વધીને રૂ. 75,00 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 74,600 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો.
વાત હવે ગુજરાતની કરીએ તો અમે આ સાથે અમદાવાદમાં સોનાના દરો આપ્યા છે. આ અમારા વાચકોને સોનું ખરીદતા પહેલા જાણકાર નિર્ણય લેવામાં મદદ કરશે. અમદાવાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ 5,795 અને 24 કેરેટ સોના માટે 6,321 પ્રતિ ગ્રામ છે.
વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ નજીવો ઘટીને 2031 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. ચાંદી વધીને 22.60 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
તમને જણાવી દઈએ કે, નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 4.52 ટકા ઘટીને રૂ. 19,018 કરોડ થઈ હતી. ઈન્ડસ્ટ્રી બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અનુસાર, નવેમ્બરમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 4.52 ટકા ઘટીને રૂ. 19,018.180 કરોડ થઈ છે. નવેમ્બર 2022માં નિકાસ રૂ. 19,917.73 કરોડ હતી.
મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ
ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો રહેશે ઉંચો
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.