આજે 21 માર્ચ અને મંગળવારે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથો સાથ સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ-પાથલ, સટ્ટાખોરી, ફુગાવો, મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર છે.
આજના ભાવ વિશે વાત કરીએ તો 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,350 રૂપિયાની સપાટીએ સ્થિર છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,250 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,050 રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 70,350 રૂપિયા છે. ગઈકાલ કરતા આજે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે પણ આટલો ભાવ લોકોની ઉંઘ હરામ કરી રહ્યું છે.
અમદાવાદમાં 20 તારીખે ગઈકાલે 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,800 રૂપિયા હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,600 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 50,676 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 70,400 રૂપિયા હતો.
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો. નોંધપાત્ર રીતે, ચીન અને મધ્ય પૂર્વના બજારોમાં માંગમાં સુધારાને કારણે ફેબ્રુઆરી 2023માં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ 24 ટકા વધીને રૂ. 28,832.86 કરોડ થઈ છે.
ગુજરાતની કંપનીએ લોકોને માલામાલ કરી દીધા, આપ્યું 100000% વળતર, માત્ર 10 હજારના એક કરોડ થઈ ગયા
મરી ગયા બાપા! માવઠાથી છુટકારો મળવાનું ગુજરાતીઓના નસીબમાં નથી, અંબાલાલ પટેલે ફરી કરી નવી આગાહી
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ રૂ. 23,326.80 કરોડ હતી. ફેબ્રુઆરી 2023માં કટ અને પોલિશ્ડ ડાયમંડ (CPD)ની કુલ નિકાસ 32 ટકા વધીને રૂ. 19,582.38 કરોડ થઈ હતી. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં આ આંકડો રૂ. 14,841.90 કરોડ હતો.