સોના-ચાંદીના ખરીદદારો માટે સારા સમાચાર છે. ભારતીય બુલિયન માર્કેટમાં 28 જુલાઈ, 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો આજે પણ એ જ ભાવ છે. 10 ગ્રામ સોનું 60,250 રૂપિયા સસ્તુ થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે અને હવે તે 76,000 રૂપિયામાં વેચાઈ રહી છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 350 રૂપિયા ઘટીને 60,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એ જ રીતે દિલ્હીમાં ચાંદીની કિંમત પણ રૂ. 1,900 ઘટીને રૂ. 76,000 પ્રતિ કિલો થઈ ગઈ છે.
વિદેશી બજારોમાં સોનામાં ઘટાડો
વિદેશી બજારોમાં, સોનું અને ચાંદી બંને અનુક્રમે 1,951 ડોલર પ્રતિ ઔંસ અને 24.15 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો દર જાણવો ખૂબ જ સરળ છે
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
અત્યારે શાકભાજીના ભાવ ઘટે એવું સપનું પણ ન જોતા, રિપોર્ટ જોઈ લો એટલે બધી આશા પર પાણી ફરી વળશે
આજે ગુજરાત સહિત 24 રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદ ખાબકશે, હવામાનની નવી આગાહીથી લોકો ચારેકોર સાવધાન
ગોલ્ડ ETF તરફ રોકાણકારોનું આકર્ષણ વધ્યું
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ઇટીએફમાં રૂ. 298 કરોડનું રોકાણ આવ્યું છે. અગાઉ, સતત 3 ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ઇટીએફમાંથી ઉપાડ જોવા મળ્યો હતો. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) ના ડેટા દર્શાવે છે કે રિપોર્ટિંગ ક્વાર્ટરમાં એસેટ બેઝ અને રોકાણકારોના ખાતા અથવા ગોલ્ડ ETF ના ફોલિયોની સંખ્યામાં વધારો થયો છે.