બાળકોને મળશે ભણતરની સાથે સંસ્કારના મૂલ્યો, ગુજરાત વિધાનસભામાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમાવેશનો ઠરાવ થયો પાસ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: 12મા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભારતના સંતો અને ક્રાંતિકારીઓને તો દિશા આપી જ છે સાથે સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અસર આધુનિક અને પશ્ચિમી વિચારકો ઉપર પણ ઘણી છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એવો ગ્રંથ છે જેને કોઈ સીમાડા નથી. રાજ્ય સરકાર દ્વારા શાળાકીય શિક્ષણના ધોરણ-6 થી 12ના અભ્યાસક્રમમાં “ગીતા સાર” નો સમાવેશ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર કરાયો હતો.

રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન, સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો ખીલે એ માટે અમારી સરકારે મક્કમને નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય અમારી સરકારે કર્યો છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંકલ્પ રજૂ કરતાં કહ્યું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે.

ગીતાનું મહત્ત્વ અલૌકિક છે. ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે. ગીતા જ્ઞાનનો ખજાનો તો છે જ, સાથે સાથે સત્કર્મો અને સદવિચાર માટે ઉદ્દીપક પણ છે. ગીતાના તત્વજ્ઞાન થકી ગુજરાતના વિદ્યાર્થીઓ વધુ જ્ઞાની બનશે અને ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં તથા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં મહત્વનું યોગદાન આપશે.

આજે વિધાનસભા ખાતે ધોરણ 6 થી 12મા ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા મંત્રી શ્રી પાનશેરીયા એ કહ્યું કે,દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પધ્ધતિ થી વાકેફ થાય એ માટે અમે સામાજીક ઉત્થાન માટે સામાજીક જવાબદારીથી લાવ્યા છીએ.

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક, 2019થી કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હતી સેવા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનો થયો પ્રારંભ, 72 ઑડિયો સંદેશાઓ દ્વારા મોબાઇલ ફોનમાં અપાશે જ્ઞાન

Big News: ઉત્તરાખંડ વિધાનસભામાં પાસ થયું UCC બિલ, ગૃહમાં લાગ્યા “જય શ્રી રામ”ના નારા, જાણો હવે શું બદલાશે

ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનો એ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવતગીતા ના મૂલ્યો ને સમજી ને યુનો દ્ભારા “ગીતા ડે” ઉજવવાનો નિર્ણય કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.


Share this Article