Gujarat News : રાજ્યમાં અત્યારે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે, જેના કારણે હવામાન સૂકું રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આવનારા છ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. અમદાવાદમાં (ahemdabad) આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બપોરે ગરમીનો પણ અહેસાસ થતો જોવા મળ્યો હતો. દિવાળી નજીક આવી રહી છે, ત્યારે લોકોને ચિંતા થતી હશે કે, ગરમી પડે તો ઘરની સાફ સફાઇ કરી દઇએ. તો આ સવાલનો જવાબ મેળવવા માટે હવામાન વિભાગે આગામી દિવસો માટે કેવી આગાહી કરી છે તે જાણીએ.
હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી પરેશાન રહ્યા હતા. ચોમાસાની વિદાઈ થતા અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધી જશે. માન્યતા મુજબ આ મહિનામાં તડકો વધુ જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આવતા દિવસોમાં પણ હવામાન શુષ્ક રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તાપમાન ડ્રાય રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અમદાવાદમાં ડબલ ઋતુઓ એકસાથે આવતા રોગચાળામાં પણ વધારો થતો જોવા મળ્યો છે. ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ વધુ જોવા મળ્યા છે, ઉપરાંત મચ્છરજન્ય રોગમાં પણ વધારો જોવા મળ્યો હતો. એક તરફ વરસાદ જવાની વાત છે તેમ છતાં શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. જેના કારણે તંત્ર પણ એલર્ટ બન્યું છે.
અંબાલાલ પટેલે જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં જોવા મળશે. જેના લીધે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની સંભાવના રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.
રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસને થાય છે વિશ્નાસ ન હોય એવા અદ્ભુત ફાયદા, જાણો ધારણ કરવાની રીત
અંબાલાલ પટેલે કરી એકસાથે 3 વાવાઝોડાની આગાહી, ગુજરાતીઓના સારા સારા પ્રસંગની મજા સોંસરવી નીકળી જશે!
Breaking: પાકિસ્તાનમાં 48 કલાકમાં મોટો ભૂકંપ આવશે! તુર્કી જેવો વિનાશ થશે? સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ
15 ઓક્સટોબરની આસપાસ હિમાલયના ભાગોમાં બરફ પડવાની શરૂ થશે. સાતમી ઓક્ટોબરે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવશે. જેમા કચ્છથી પાકિસ્તાનના ભાગોમાં એન્ટિ સરક્યુલેશન બનશે. જેના લીધે 10મી ઓક્ટોબર સુધીમાં ચોમાસું પાછુ ફરશે. આ ગતિવિધિના લીધે ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરીથી વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પાંચમી ઓક્ટોબર સુધીમાં ભારે ગરમી પડશે.