Gujarat News: અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વાવાઝોડા વિશે હવે વિસ્તૃત વાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે આગામી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને અરબ સાગરમાં પણ વાવાઝોડાની અસર થશે.
અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની પીછેહટ થઈ હોવા છતાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવી શકે છે. વાવાઝોડાના રસ્તા અને સમય વિશે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર અને થાઈલેન્ડ તરફથી આવતી સિસ્ટમ હવે ધીરે-ધીરે સક્રિય થશે અને 30 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસાના ભાગ તરફ આવી શકે છે. જેના લીધે દક્ષિણ પૂર્વ તટ ઉપર ભારે પવન ફૂંકાશે. આ સિસ્ટમ 5000 ફૂટની ઊંચાઈએ સમુદ્રમાંથી વરાળ ઠંડી થતાં વાદળોનો સમૂહ પશ્ચિમ બંગાળ અને ઓરિસા તરફ થઈને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગોમાં થઈ ઉત્તર તરફના ભાગોમાં જવાની શક્યતા રહેશે.
વાવાઝોડાની ગતિવિધી વિશે અંબાલાલે કહ્યું કે દક્ષિણ ચીન તરફ પૂર્વિત દેશો તરફ ચક્રવાતની શક્યતાઓ રહેતા અરબી સમુદ્રનો ભેજ બંગાળ તરફ ખેંચાતો જતો હતો. પરંતુ હવે સિસ્ટમ બનતા વાવાઝોડાની ગતિવિધિઓ શરૂ થઈ જશે. 3 ઓક્ટોબરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 10થી 20 ઓક્ટોબરમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને 26 ઓક્ટોબરના પણ સિસ્ટમ બનશે. એક પછી એક સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાનું પ્રમાણ વધશે.
આ પણ વાંચો
5 દિવસની વરસાદની નવી આગાહીથી ગુજરાતીઓ ઘેરી ચિંતામાં પડ્યાં, જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ ખાબકશે!
આગળ વાત કરી કે સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ જતો હોવા છતાં બંગાળના ઉપસાગરનું ઉષ્ણતામાન ચક્રવાત સર્જેવા સક્ષમ છે. અરબ સાગરના સમુદ્રનું લેવલમાં જોતા સમુદ્રના ભાગોમાં ઉષ્ણતામાન એક સરખું જળવાશે નહીં અને બંગાળના ઉપસાગર જેવી સ્થિતિ અરબ સમુદ્રના ઉષ્ણતામાન સાનુકૂળ રહે તો ભારે ચક્રવાત બની શકે. આમ છતાં દક્ષિણ મહારાષ્ટ્રનું હવાનો ધુમાવ જણાતા કદાચ હળવા ચક્રવાત બની શકે. આ ઉપરાંત રાજસ્થાન તરફ એન્ટીસ સાયકલોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતના ચોમાસાની પીછેહટ જોવા મળશે. આ વખતના વાવાઝોડા 2018ની સાલ જેવા જ ગણી શકાય. ત્યારે હવે અંબાલાલની આગાહીથછી ગુજરાતીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.